Abtak Media Google News

૨૫ જુલાઈએ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં પેશાવર બેઠક પરથી લડશે નૂરજહાં

બોલિવુડ અભિનેતા શાહ‚ખ ખાનની પિતરાઈ બહેન નૂરજહાં પાકિસ્તાનમાં ચુંટણી લડવાની છે. આગામી ૨૫મી જુલાઈએ પાકમાં યોજાનાર સામાન્ય ચુંટણીમાં તેણી પેશાવરથી લડશે. નુરજહાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, તેણીને ઉમ્મીદ છે કે શાહરુખ ખાનને જેટલું સમર્થન મળે છે તેટલું સમર્થન તેને પણ મળશે.

જણાવી દઈએ, નૂરજહાં પાકિસ્તાનમાં જ સ્થાયી છે. તેણી ખબર પખ્તુનવા પ્રાંતની કેપી ૭૭ બેઠક પરથી ચુંટણી લડવાની છે. તેણી છેલ્લા થોડા વર્ષોથી રાજનીતિમાં સક્રિય છે. નૂરજહાંને પાકિસ્તાનમાં તેના પાડોશીઓનો સારો સાથ મળી રહ્યો છે. તેમના પાડોશીઓનું કહેવું છે કે, નૂરજહાંનો સમય સારો હોય કે ખરાબ અમે તેની સાથે છીએ.

નૂરજહાં જે પેશાવર-૭૭ બેઠક પરથી ચુંટણી લડવાની છે તે બેઠક પર ગત ચુંટણીમાં પાકિસ્તાન તહરીફ-એ-ઈન્સાફ પાર્ટીના શૌકત થયુ રમફજઈ એ જીત હાંસલ કરી હતી.

ધ એકસપ્રેસ ટ્રિબ્યુનના જણાવ્યા મુજબ, નૂરજહાં મહિલા સશકિતકરણ પર કામ કરવા માંગે છે તેણી પોતાના ચુંટણી ક્ષેત્રની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.