Abtak Media Google News

ડો. પી.સી.(રાજુ) શાહ-લંડન ઓન્ટેરિઓ અને દાતા પરિવારના હસ્તે અર્પણવિધિ સંપન્ન

શિક્ષણ ક્ષેત્રે અનેક સેવા કાર્યો કરતી સંસ્થા પ્રોજેકટ લાઈફ રાજકોટ દ્વારા દસક્રોઈ તાલુકાના જેતલપુર ગામે શાંતાબેન ચીનુભાઈ શાહ પ્રાથમિક શાળાની  અર્પણવિધિનો કાર્યક્રમ બાબુભાઈ જમનાદાસ પટેલ ધારાસભ્ય દસક્રોઈ મતવિસ્તારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ, આ કાર્યક્રમના મુખ્ય મહેમાનોમાં મહંત આત્મપ્રકાશજી સ્વામિનારાયણ મંદિર જેતલપુર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.એન.પટેલ ચેરમેન જિલ્લા સ્કૂલ બોર્ડ અમદાવાદ, ધિરેન્દ્રસિંહ તોમર, ચેરમેન જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ, કિરીટસિંહ ડાભી મુખ્યદાતા ચિરાગ શાહ અને રીતુબેન શાહ, ડો.અમીત અને ડો.અનિતા શાહ લંડન ઓન્ટેરિયો, કેનેડા, કુ.દીના અને  પ્રિયકાં શાહ, સુજય અને શ્રેયસ શાહ, સબીના અને શિવાની શાહ, ઉષાબેન અને નટુભાઈ તથા પરાગ શાહ, ડલાસ, ટેકસાસ , યુ.એસ.એ. ડો.મનુભાઈ હરિલાલ શાહ, અમદાવાદ, અરૂણભાઈ શાહ, અમદાવાદ, ડો.ભારતીબેન પટેલ,અમદાવાદ, ડો.રાજુભાઈ પટેલ (માવાવાળા) અમદાવાદ, મયુરી શાહ,ડો.અશોક શાહ, અમદાવાદ ઈન્દિરાબેન દીપકભાઈ શાહ, અમદાવાદ, ડો.વિરલ શાહ, અમદાવાદ સ્મિતાબેન શાહ, અમદાવાદ, કમલેશભાઈ શાહ,અમદાવાદ, ડો.રુચિ શાહ ડો.નેહલ શાહ, અમદાવાદ તેમજ અતિથિ વિશેષ રમેશભાઈ શાહ, કેલિફોર્નિયા, યુ.એસ.એ. પુષ્પાબેન અને શશિકાન્તભાઈ પંચમિયા બીનાબેન સંઘવી અને મયુર સંઘવી યુ.કે.ઉપરાંત વિશાળ સંખ્યામાં આમંત્રિત મહેમાનો યુ.કે.ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેકટ લાઈફના મેનેજિંગ ટ્રસ્ટી શશિકાન્ત કોટિચાએ શાળા નવનિર્માણની ઝલક આપતા કહ્યું કે, જર્જરિત શાળાઓના  નવનિર્માણ કરી બાળકોના ગુણવતાસભર શિક્ષણ મળે તેવા શુભ આશયથી દર ૭૫માં દિવસે એક શાળા રાષ્ટ્રને અર્પણ કરવાનું ઉમદા કાર્ય સંસ્થા કરે છે.

પ્રોજેકટ લાઈફના જોઈન્ટ એકિઝકયુટિવ ટ્રસ્ટી મિતલ કોટિચા શાહે સંસ્થાની ૪૧ વર્ષની વિકાસયાત્રાની વિસ્તૃત માહિતી આપી હતી,

Patto Ban Labs 1

મુખ્ય દાતા ડો.પીસી (રાજુ) શાહે પોતાના વકતવ્યમાં જણાવ્યું  હતુંકે માનવીનું ઘડતર બાળપણથી થાય છે, બાળપણના ઘડતરથી દેશનું ચણતર થાય છે.આચાર,વિચાર અને શિક્ષણ સારા હશે તો ચોકકસ આગળ વધી શકીશું.

પ્રોજેકટ લાઈફના ફાઉન્ડર અને જોઈન્ટ એકઝિકયુટિવ ટ્રસ્ટી કિરીટ વસાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે પ્રોજેકટ લાઈફ એક એવી સંસ્થા છે જે ૧૦૮ સરકારી પ્રાથમિક શાળાઓનું નિર્માણકાર્ય કરી રહી છે.તે પૈકીની આ ૮૫મી શાળા છે શિક્ષણ ઉપરાંત સંસ્થા વિવિધ સામાજિક કાર્યો પણ કરી રહી છે.તેઓએ ક્ધયા કેળવણી ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે,આજની વિદ્યાર્થીની ઓને ટેકનિકલ શિક્ષણ આપવાની પણ જરૂરીયાત છે.પ્રોજેકટ લાઈફ દ્વારા નવનિર્મિત શાળાઓમાં આશરે ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.