Abtak Media Google News

આખા દેશને હિંસાખોરીના ખપ્પરમાં ધકેલવા સુધી વંઠેલું રાષ્ટ્રનું રાજકારણ: જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના મામલે વિરોધ પ્રદર્શનમાં બે રાજકીય પક્ષોના વિદ્યાર્થી સંગઠનો વચ્ચે અમાનૂષી હિંસક મારામારીની નિર્લજજ ઘટના: વિદ્યાર્થી આલમ સવેળા ચેતી જાય: ઉચ્ચ શિક્ષણની અધોગતિ !

આવું કદરૂપું રાજકારણ અને તેની સેનાઓ આપણા દેશને અને ઉચ્ચ કેળવણીને કયાં સુધી અંધકારમાં ધકેલશે? નવી પેઢીના ભાવિ અને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર તેમજ સભ્યતા પર નિર્મમ કૂઠારાઘાત: માઝા મૂકતી મતિભ્રષ્ટતા !

આપણા દેશને કેળવણીકારો અને શિક્ષણશાસ્ત્રીઓ જો તેમની ખામોશીને સમયસર નહિ ખંખેરે અને મોં પરનાં તાળા સમયસર નહિ ખોલે કે નહિ તોડે તો આપણો દેશ અત્યારની જેમ વિશ્વ કક્ષાની એકપણ યુનિવર્સિટી વગરનો જ રહેશે અને આ દેશનું યુવાધન વિદેશોમાં ઢસડાઈ જવાનું ચાલુ રહેશે!

Advertisement

એક વાત ભૂલવા જેવી નથી કે, અમેરિકા વિશ્વનો સૌથી વધુ ધનપતિ દેશ બન્યો તે પહેલા એ વિધાવાન અને વિદ્યાપતિ બન્યો હતો.

આની સામે, આપણાદેશની કમનશીબી છે કે, આપણા દેશને આઝાદી મળી અને ‘આપણા દેશમાં પ્રજાનું પોતાનું રાજ આવ્યું તે વાતને ૭૨-૭૩ વર્ષ વિતી જવા છતાં આપણો દેશ એક પણ વિશ્વની યુનિવર્સિટીઓની હરોળમાં ઉભી રહી શકે એવી એકપણ વિદ્યાસમૃધ્ધ યુનિવર્સિટી સર્જી શકયો નથી.

આપણો ઈતિહાસ કહે છે કે, આપણા દેશનીનાલંદા વિદ્યાપીઠ વિશ્વની પહેલી વિદ્યાપીઠ (યુનિવર્સિટી) હતી, અને તેમાં ૧૦૦ વિષયોનો અભ્યાસ કરાવાતો હતો. તે વખતે આખા વિશ્વમાંથી વિદ્યાર્થીઓ ખાસ અભ્યાસ માટે જ આવતા હતા. તક્ષશીલા અને વલ્લભીપૂરમાં પણ અભ્યાસના એવા ખ્યાતનામ વિદ્યાલયો ધરાવતા હતા. કે, જેની નોંધ આજ સુધી લેવાય છે! કમનશીબે આપણો દેશ વિશ્વ કક્ષાની એક પણ યુનિવર્સિટીથી વંચિત છે. અને ભારતના વિદ્યાર્થીઓ શિક્ષણ-લોન મેળવી મેળવીને વિદેશોમાં શિક્ષણ અર્થે જાય છે.

આપણા દેશનું સડેલું રાજકારણ અને કેળવણીકારોની કથાકથિત ખામોશી આપણા કેળવણી ક્ષેત્રના દારીદ્રય અને આપણા પછાતપણા માટે દોષિત છે.

સર્વ પલ્લી રાધાક્રિશ્ર્નન જેવા શિક્ષરવિદની આપણાદેશને ખોટ છે ! રાજધાની દિલ્હીમાં પંડિત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી ‘લીમડામાં મીઠી ડાળ’ સમી લેખાતી આવી છે.

આપણાદેશની કમનશીબી છે કે, આ યુનિવર્સિટીને પણ ગંદા-ગોબરાં રાજકારણનો ભોગ બનાવાઈ રહી છે.

Patto Ban Labs 1

આ યુનિવર્સિટીની વિરૂધ્ધમાં કોને શું શું કહેવાનું છે તેનો સાચો અને નિષ્પક્ષપાતી ખ્યાલ પ્રકાશમાં આવે તે પહેલા જ જે પ્રકારની હિંસક ઘટનાઓ આચરાઈ અને દેશભરમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડયા તે એવું જ પ્રતિપાદન કરે છે કે, આપણાદેશને હીક કક્ષાની હિંસાખોરીના ખપ્પરમાં ધકેલેએટલી હદે આપણા દેશનું રાજકારણ વંઠી ચૂકયું છે. અને નાની નાની બાબતોમાં રાજકીય લાભાલાભનાં દંગલો મચાવવાની આપણા રાજકીય પક્ષો અને તેમના નેતાઓએ ટેવ પાડી દીધી છે.

આવું કદરૂપું અને અતિ બિહામણું રાજકારણ અને તેની ક્રેઝી સેનાઓ આપણા દેશને આખરે કયાં લઈ જશે એવો સવાલ ઉઠે છે.

આપણે ત્યાં ૨૫ કરોડ કર્મચારીઓની ગઈકાલે જે મહાહડતાલ પડી, એને પણ હિંસક ઘટના જ કહી શકાય, કારણ કે એમાં કરોડો લોકોનો રૂદિયાની બળતરા અભિવ્યકત થઈ અને હૃદય-મનનો ઉકળાટ ઠલવાયો હતો.

આવી બળતરા અને ઉકળાટ મનુષ્યોને હિંસાખોરી આચરવા તરફ ધકેલે છે ! ઈરાન-અમેરિકાની વિશ્વ યુધ્ધ તરફ ધકેલે એવી લશ્કરી અથડામણો આખા વિશ્વને અશાંતિની અગ્નિજવાળામાં હોમી શકે છે. ઘટાડી જઈ શકે છે.

વિશ્વભરની અબજોની સંખ્યા ધરાવતી માનવજાતના સુખશાંતિ ઉપર ત્રીજા વિશ્વ યુધ્ધના વિનાશક ઓછાયા ઉતરવાનું શરૂ થઈ ગયું છે. આવું યુધ્ધ પ્રલયકારી પણ બની શકે છે અને લાશોનાં ઢગલે ઢગલામાં પરિણમી શકે છે.

જો એવું બને જ તો યુનિવર્સિટીઓ, વિદ્યાપીઠો, વિદ્યાલયો, વિધવાનો, ફેકટરીઓ, ઈમારતો, મંદિરો-મસ્જીદો, ગિરિજાઘરો, દેવળો, બાગ બગીચાઓ, વગેરે બધું જ એમાં હોમાઈ જાય અને ખંડેરમાં ફેરવાઈ જાય.

અત્યારે હિંસાખોરી આચરતા, અથડામણો સર્જતા, વિગ્રહો કરતા રાજપુરૂષો, રાજકારણીઓ, રાજકર્તાઓને આ બધા વાસ્તવિકતાઓ વહેલી તકે સમજાયએવી પ્રાર્થના આખા વિશ્વની માનવજાતે સામૂહિક રીતે નહિ તો જયાં જયાં હોય ત્યાં બધે જ કરવી જોઈશે અને વિશ્વશાંતિ માટેના વાવેતર કરવા પડશે એ નિર્વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.