Abtak Media Google News

વિક્રમ સંવત 2079 આસો સુદ પુનમને શનિવાર તા. 28 – 29-10-2023 ના દિવસે મેષ રાશીમાં અશ્ર્વિની નક્ષત્રમાં ચંદ્ર ગ્રહણ થશે.

Advertisement

આ ચંદ્ર ગ્રહણ ભારત માં દેખાશે ગુજરાતમાં દેખાશે આથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે.

ચંદ્રગ્રહણનો પ્રારંભ શનિવારે રાત્રે 11.31 – 3.56 એ મોક્ષ

ગ્રહણ દરમિયાન ખાવું, પીવુ, સુવુ, વર્જીત મંત્ર દિક્ષા ન લઇ શકાય

ચંદ્ર ગ્રહણનો સમય શનિવારે રાત્રે

ચંદ્ર ગ્રહણનો પ્રારંભ રાત્રે 11.31

ચંદ્ર ગ્રહણ પુરૂ થવાનો સમય રાત્રે 3.56 કલાકે

(ચંદ્ર ગ્રહણ નોવેધ શનિવારે બપોરે 2.31 કલાકે થી)

તથા બાળકો, રોગી, વૃઘ્ધ, સગર્ભા સ્ત્રીઓ માટે વેધ શનિવારે રાત્રે 9 કલાક થી શરુ થશે.

ગ્રહણ દરમ્યાન તથા ગ્રહણ નાવેધ દરમ્યાન પાણી પીવું નહિ. ભોજન કરવું નહીં, નિદ્રા કરવી નહીં.

ચંદ્રગ્રહણ દરમ્યાન ચંદ્રના જપ કરવા

ૐ સોમ સોમાય નમ: અથવા તો પુરાણકિત મંત્રના જપ પણ કરી શકાય છે.

આ ચંદ્ર ગ્રહણ ભારત ઉપરાંત એશીયા ઓસ્ટ્રેલીયા, પૂર્વ અમેરિકા, યુરોપ, અને આફ્રિકા, બેલ્જિયમ, થાઇલેન્ડ, પોર્ટુગલ, હંગેરી, ઇજીપ્ત, તુર્કી, ઇન્ડોનેશિયા, ગ્રીસ, ઇટાલી, સ્પેન, ઇગ્લેન્ડ, મ્યાનમાર, સાઉથ આફ્રિકા, ફ્રાંસ નાઇઝિરીયા, જાપાન, ચીનમાં દેખાશે.

જે લોકોની જન્મ કુંડલીમાં યોગ હોય ગ્રહણ યોગ હોય, શનિ ચંદ્રનો વિષયોગ હોય માનસીક બીમારી હોય તો ચંદ્ર ગ્રહણ દરમ્યાન સતત ચંદ્રના જપ કરવાથી તેમાં રાહત મળશે.

ચંદ્ર ગ્રહણનું રાશી પ્રમાણે ફળ:

શુભ ફળ: વૃશ્ચિક, કુંભ, મિથુન, કર્ક

મિશ્ર ફળ: સિંહ, તુલા, ધન, મીન

અશુભ ફળ: મેષ, મકર, ક્ધયા, વૃષભ ગ્રહણનું શુભ અશુભ ફળ 3 મહીના સુધી મળે છે. ગ્રહણ પુરુ થાય એટલે સ્નાન જરુર કરવું અને ત્યારબાદ દાન કરી શકાય છે. ગ્રહણ પુરુ થાય એટલે ચોખા, ખાંડ, સફેદ કાપડ, સાકર, તથા સફેદ વસ્ત નું દાન કરવું ઉત્તમ ફળ આપનાર છે.

ચંદ્ર ગ્રહણ દરમ્યાન મંત્ર દિક્ષા લઇ શકાતી નથી.

આ ચંદ્ર ગ્રહણ ભારત ઉપરાંત એશીયા ઓસ્ટ્રેલીયા, પૂર્વ અમેરિકા, યુરોપ, અને આફ્રિકા, બેલ્જિયમ, થાઇલેન્ડ, પોર્ટુગલ, હંગેરી, ઇજીપ્ત, તુર્કી, ઇન્ડોનેશિયા, ગ્રીસ, ઇટાલી, સ્પેન, ઇગ્લેન્ડ, મ્યાનમાર, સાઉથ આફ્રિકા, ફ્રાંસ નાઇઝિરીયા, જાપાન, ચીનમાં દેખાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.