Abtak Media Google News
  • આરબીઆઇના કડક પ્રતિબંધો આવતા શેરના ભાવ ગઈકાલે 20 ટકા ઘટ્યા બાદ આજે પણ 20 ટકા ઘટ્યા: 761ના ભાવ વાળો શેર 487એ પહોંચ્યો

પેટીએમ શેરમાં ધબડકો બોલાતા રોકાણકારોને જંગી નુકસાન થયું છે. રિઝર્વ બેંક દ્વારા ફિનટેક ફર્મ પેટીએમ પેમેન્ટ બેંક પર કડક પ્રતિંબધો મૂકવાને કારણે પેટીએમ એટલે કે વન97 કોમ્યુનિકેશન્સ કંપનીના શેરમાં છેલ્લા બે દિવસથી 20 ટકાની સેલર સર્કિટ લાગી રહી છે. આમ કુલ 40 ટકા ભાવ ઘટતા 761ના ભાવ વાળો શેર 487એ પહોંચ્યો છે.

ગુરુવારે સંસદમાં દેશનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો, પરંતુ બજેટના બીજા દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે પેટીએમના શેર સતત બીજા દિવસે ભારે તૂટ્યા હતા અને ખુલતાની સાથે જ તે ફરીથી 20 ટકાની નીચલી સર્કિટ પર પહોંચી ગયો હતો.

શેરબજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો.  શેરબજારમાં ઉછાળો હોવા છતાં, સતત બીજા દિવસે, પેટીએમની પેરેન્ટ કંપનીના શેરમાં નીચી સર્કિટ લાગી.  શેરબજાર ખુલતાની સાથે જ કંપનીના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો અને તેના શેરની કિંમત 121.80 રૂપિયા ઘટીને માત્ર 487.20 રૂપિયા થઈ ગઈ.  આ સાથે કંપનીની માર્કેટ મૂડી પણ ઘટીને 30940 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.