Abtak Media Google News
  • પૂનમ પાંડેનું અવસાન
  • 32 વર્ષની વયે સર્વાઇકલ કેન્સરને કારણે નિધન

બૉલીવુડ ન્યૂઝ

પૂનમ પાંડેનું 2 ફેબ્રુઆરીએ 32 વર્ષની વયે સર્વાઇકલ કેન્સરને કારણે નિધન થયું . તેના મેનેજરએ  નિવેદનમાં લખ્યું છે કે, ”આજની સવાર અમારા માટે કપરી છે. તમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમે અમારી પ્રિય પૂનમને સર્વાઇકલ કેન્સરથી ગુમાવી છે. તેના સાગા સંબંધીઓ માટે પ્રેમ અને દયા. આ દુઃખના સમયમાં, અમે પ્રાઇવસી માટે વિનંતી કરીશું.” પાંડેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટે ઘણા લોકોને ચિંતામાં મૂકી દીધા છે. તેની પોસ્ટ પરની કેટલીક કમેન્ટથી આશ્ચર્ય થાય છે કે શું આ સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ અભિયાન છે અથવા એકાઉન્ટ હેક થયું છે. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે, તેને થોડા સમય પહેલા કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું અને તે પછીના તબક્કામાં હતું. તે તેના વતન યુપીમાં હતી, અને અંતિમ સંસ્કાર ત્યાં જ થશે.

પૂનમે 2013માં આવેલી ફિલ્મ ‘નશા’થી અભિનયની શરૂઆત કરી હતી. તે છેલ્લે રિયાલિટી શો ‘લોક અપ’માં જોવા મળી હતી.પૂનમ પાંડે એક વર્સેટાઈલ એકટ્રેસ છે, જે માત્ર મનોરંજન ઉદ્યોગમાં તેના કામ માટે જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની વાઇબ્રેન્ટ હાજરી માટે પણ જાણીતી છે. એક મોડેલ અને અભિનેત્રી તરીકેની તેની જર્નીએ દર્શકોને મોહિત કર્યા, તેની પ્રતિભા અને કરિશ્મા સ્ક્રીન પર દર્શાવી. તેના પરોપકારી પ્રયાસોએ ઘણા લોકોના હૃદય પર અમીટ છાપ છોડી દીધી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.