Abtak Media Google News

એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે, 1 ડિસેમ્બરથી શેર બાયબેક શરૂ થશે, જે 7 ડિસેમ્બરે બંધ થશે. કંપની 17,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે. આ માટેની રેકોર્ડ ડેટ 25 નવેમ્બર, 2023 હતી. ટાટા ગ્રુપની કંપની 4.09 કરોડ શેર બાયબેક કરશે. ટીસીએસ કુલ 1.12 ટકા ઈક્વિટી બાયબેક કરી રહી છે.

ટાટા સન્સ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને બાયબેકમાં ભાગ લેવા રસ દાખવ્યો

ટાટા ગ્રૂપની કંપની અને દેશની સૌથી મોટી આઈ.ટી. કંપની ટીસીએસ  એ શેર બાયબેક પર મોટું અપડેટ આપ્યું છે. કંપનીએ શેર બાયબેકની તારીખ નક્કી કરી છે. સ્ટોક માર્કેટને આપવામાં આવેલી માહિતી મૂજબ કંપનીના શેર બાયબેક 1 ડિસેમ્બર, 2023 થી શરૂ થશે. આ માટે બોર્ડે એક શેરના ભાવ 4,150 રૂપિયા નક્કી કર્યા છે. આજે એટલે કે, મંગળવારે બીએસઇ પર શેર 3470.45 રૂપિયા પર બંધ થયો હતો.

તમામ પાત્ર શેરધારકો માટે ગુણોત્તર દરેક 209 શેર માટે 2 શેર નક્કી કરવામાં આવ્યો છે. 4,150 રૂપિયાની આ બાયબેક કિંમત બીએસઇ પર શુક્રવારના 3457.60 રૂપિયાના બંધ ભાવથી 20 ટકા પ્રીમિયમ પર છે. આજે બીએસઇ પર ટીસીએસનો શેર 0.37 ટકા એટલે કે 12.85 રૂપિયા વધીને 3470.45 પર બંધ રહ્યો હતો.

ટીસીએસનો અંદાજ છે કે બાયબેક સ્ટેન્ડઅલોન ધોરણે તેની ઇપીએસ 58.52 રૂપિયાથી વધારીને 59.18 રૂપિયા કરશે, જ્યારે નેટવર્થ 49.89 ટકા વધીને 62.56 ટકા થશે. પ્રમોટર્સનું કુલ શેરહોલ્ડિંગ 72.3 ટકાની સરખામણીમાં હવે વધીને 72.41 ટકા થશે. ટાટા ગ્રૂપની બે હોલ્ડિંગ કંપનીઓ ટાટા સન્સ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને બાયબેકમાં ભાગ લેવા માટે રસ દર્શાવ્યો છે અને તેઓ વધારેમાં વધારે 2,96,15,048 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે. કુલ બાયબેક 4,09,63,855 શેરનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.