Abtak Media Google News

ગોંડલ નગરપાલિકા પાલીકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ક્લીન સ્વીપ કરી તમામ 44 બેઠકો કબ્જે કરાયાં બાદ આજે યોજાયેલ પ્રમુખ,ઉપ પ્રમુખની ચૂંટણીમાં શિતલબેન કોટડીયા પ્રમુખ તરીકે અને સંજીવ ધિણોજા ઉપ પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે. વિપક્ષ વિહોણી નગરપાલિકામાં હોદ્દેદારો બીનહરીફ જાહેર થયાં છે.

Advertisement

B59Bf38D B57A 42E5 A15E 00E5C36B0392

કારોબારી અધ્યક્ષ તરીકે ભરતસિંહ (રુષીભાઇ)જાડેજા,શાશક પક્ષનાં નેતા તરીકે કૌશિકભાઈ પડારીયા તથાં દંડક તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરાઇ હતી. ચૂંટણી પુર્વે ભાજપ મોવડી જયરાજસિંહ જાડેજાએ નવા સુકાનીઓનાં નામ જાહેર કર્યા છે. આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ માંડવીયા,ઉપ પ્રમુખ રીનાબેન ભોજાણી,શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા,મહા મંત્રી પીન્ટુભાઇ ચુડાસમા,મોહનસિંહ જાડેજા સહીત હાજર રહ્યા હતાં.

58Ca87D5 9Be6 4233 98C7 95A7B3Bb19B6

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.