Abtak Media Google News

ઘણી વાર નાની બાળાઓ સાથે એવી ઘટનાઓ ઘટતી હોય છે અથવા તો એવા શારીરિક અડપલા થતા હોય છે જેને લઈને સૌ કોઈ અચંભામાં મુકાઈ જાય છે. આવી જ એક ઘટના નડિયાદમાં બની છે જ્યાં બાળકીના ગુપ્તાંગ હેરપીન મળી આવતી હતી. હોસ્પિટલના ડોક્ટરોએ કાળજી પૂર્વક બાળકીનું ઓપરેશન કરી જીવ બચાવ્યો હતો.

મળતી માહિતી મુજબ આ બાળકીની ઉંમર ૫ વર્ષની છે. પાંચ વર્ષની દીકરીના ગુપ્ત ભાગ સાથે કોઈ શારીરિક દુર્ઘટના પણ ઘટી હોઈ શકે. બાળકીનું ઓપરેશન કાર્ય બાદ ડોક્ટર આશ્ચર્યમાં પામ્યા કે હેરપિન બાળકીના ગૃપ્ત ભાગમાં કેવી રીતે ગઈ હશે. આ બાળકીનો જીવ બચાવનાર ડોક્ટર કહે છે કે આ ઘટના પરથી સમાજે દાખલો લઈ નાની બાળકીઓની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

આ ઘટના મહુધા પંથકમાં રહેતા દંપતીની પાંચ વર્ષની બાળકીને લઘુશંકા માર્ગમાં સોજો આવતાં માતા-પિતા તેને નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલના ગાયનેક વિભાગની ઓપીડીમાં લાવ્યા હતા. બાળકીને ચેક કરતાં છેલ્લા એક માસથી ગૃપ્ત ભાગે સોજો હોવાનું વાલીએ જણાવ્યું હતું દીકરીને હોસ્પિટલ લાવ્યા બાદ અનેક પ્રકારે નિદાન કરવામાં આવ્યા હતા. પરંતુ સોજો હોવાનું ચોક્કસ કારણ મળતું ન હતું, કે સોજો ઉતરતો પણ ન હતો. જેથી પહેલા સોનોગ્રાફી અને બાદમાં સીટી સ્કેન કરાવતા ગુપ્ત ભાગમાં હેરપિન હોવાનું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.