Abtak Media Google News

છેલ્લા લાંબા સમયથી આવકવેરા વિભાગ અને જીએસટી સંયુક્ત રીતે સરચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે અને બે નાની વ્યવહારો અને પેઢીઓ ઉપર તવાઈ પણ બોલાવવામાં આવી રહી છે ત્યારે આ ડ્રાઈવ ને યથાવત ચાલુ રાખતા આવકવેરા વિભાગ ખેડા નડિયાદ અને આણંદના બે ગ્રુપ ઉપર સર્ચ અને સર્વેની કામગીરી વહેલી સવારથી જ શરૂ કરી દીધી છે જેમાં નડિયાદ ખાતે ગરમ મસાલા વ્યવસાય સાથે સંકળાયેલા એશિયન ગ્રુપ અને તેને જ સંલગ્ન રિયલ એસ્ટેટ ગ્રુપ નારાયણ ઉપર વહેલી સવારથી જ સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ સહિત રાજકોટના અધિકારીઓ પણ જોડાયા છે અને આ આવકવેરા વિભાગના દરોડામાં 25 થી વધુ સ્થળો ઉપર હાલ સર્ચ અને સર્વે ચાલી રહ્યો છે.

ગરમ મસાલા વ્યવસાય સાથે સંકળાયેલા એશિયન ગ્રુપ અને તેની જ સંલગ્ન રિયલ એસ્ટેટ કંપની નારાયણ ગ્રુપ આઇટી સકંજામાં

25થી વધુ સ્થળો પર સર્ચ અને સર્વેની કામગીરી શરૂ: રાજકોટ-અમદાવાદની ટીમ જોડાઈ

ખુબજ મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ અને દસ્તાવેજ હાથ લાગે તેવી શક્યતા: તમામ ડિજિટલ ડેટા સીઝ કરાયા

આવકવેરા વિભાગની ટીમ વહેલી સવારથી જ આ વિવિધ સ્થળો ઉપર તવાઈ બોલાવાનું શરૂ કર્યું હતું જેમાં કંપનીના માલિકો ડાયરેક્ટરો તથા તેમની સાથે સંકળાયેલા લોકો ઉપર કાર્યવાહી શરૂ કરી છે બીજી તરફ આ સર્ચ ઓપરેશન તેમના નિવાસસ્થાન તેમની ઓફિસ ઉપર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. માહિતી મુજબ આવકવેરા વિભાગને આ સર્ચ ઓપરેશનમાંથી ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારોની સાથે અનેકવિધ દસ્તાવેજો પણ એકત્રિત થાય તો નવાઈ નહીં હાલના પ્રાથમિક તબક્કે સરચ ઓપરેશન દરમિયાન આવકવેરા વિભાગ ની ટીમ દ્વારા તમામ ડિજિટલ ડેટા બેન્ક એકાઉન્ટ તેનાલોકરો મેં સીલ કરી દેવામાં આવ્યા છે અને વિગતવાર તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.

આ મેઘાસર ચોપરેશન આગામી કેટલા સમય સુધી ચાલશે તેનો કોઈ અંદાજ નથી પરંતુ ગરમ મસાલા વ્યવસાય સાથે સંકળાયેલા એશિયન ગ્રુપ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ નારાયણ ગ્રુપ નું વર્ચસ્વ ખૂબ જ વધુ છે ત્યારે આ મેગા સર ચોપરેશનમાં આવકવેરા વિભાગને ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો હાથ લાગે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. અંતરીક્ષત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ 25 સ્થળો ઉપર આ સર્ચ ઓપરેશન નું કામ ચાલી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ આંકડો વધી પણ શકે છે કારણ કે અન્ય ઘણા એવા સ્થળો છે કે જ્યાં હજુ સુધી તપાસ આરંભાઇ નથી. ત્યારે આ અંગેની લીડ મળતાની સાથે જ આવકવેરા વિભાગની ટીમ જે તે ઘટના સ્થળ ઉપર પહોંચી સર ચોપરેશન અથવા તો સર્વે હાથ ધરી શકે છે.

સુરત ઇન્કમટેક્સ નું આ લીડ ઓપરેશન હોવાનું સામે આવ્યું છે જેમાં રાજકોટ અમદાવાદ સહિતની શહેરોની ટીમ પણ આ સર્ચ અને સર્વેમાં જોડાઈ છે. ઘણા સમય બાદ આ પ્રથમ એવું ઓપરેશન છે જેમાં સર્ચ ની સાથો સાથ સર્વે પણ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે આ આણંદ ખેડા અને નડિયાદ ખાતે આવકવેરા વિભાગની ટીમ દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી છે તે લાંબા સમય સુધી ચાલે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.