Abtak Media Google News
  • વિધાનસભાગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈની મોટી જાહેરાત : હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવશે

રાજ્યની વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આજે વિધાનસભાગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ પોરબંદર – છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.

અગાઉ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કરતા સમયે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નડિયાદને મહાનગરપાલિકાના દરજ્જો મળે તે માટે પંકજભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂઆત કરી હતી જેમની રજૂઆતને ધ્યાનમાં લઈને જાહેરાત કરવામાં આવી હતી.

નડિયાદ સરદાર પટેલની જન્મભૂમિ હોવાથી ખાસ તબક્કામાં પ્રાધાન્ય અપાયું છે. નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરતા વિકાસના દ્વાર ખુલશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરતા પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો. અગાઉ આણંદને મહાનગરપાલિકા જાહેર કરાઈ હતી. આ સાથે જ રાજ્યમાં કુલ 17 કોર્પોરેશન અસ્તિત્વમાં આવશે.

ગાંધીનગરમાં હાલમાં ચાલી રહેલા બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુંભાઈ દેસાઈએ આજે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવશે.તેમણે પોરબંદર – છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે. આણંદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો અપાતા નડિયાદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી માંગ કરવામા આવી હતી. ત્યારે આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતા નડિયાદવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે.

આ જાહેરાતને કારણે જે તે વિસ્તારના લોકોનું જીવન ધોરણ ધરમૂળથી બદલાઈ જશે. તેમને મળતી સુવિધાઓમાં થઈ જશે ફેરફાર. ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લીધો છે.  રાજ્યની વધુ બે નગર પાલિકા મહાનગરપાલિકા બનશે, આ જાહેરાત ખુદ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિધાનસભામાં ગૃહમાં કરી છે. ગુજરાતની પોરબંદર-છાયાં નગરપાલિકા અને બનશે નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે. મહત્ત્વનું છેકે, અગાઉ સાત નગરપાલિકાની મહાનગરપાલિકા બનાવવાની ગુજરાત સરકારે થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.