મહાઠગ કિરણ પટેલને લઇ ચોંકાવનારો ખુલાસો: કરોડોની છેતરપિંડીના નોંધાઇ ચુક્યા છે ગુના

કિરણ પટેલને મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ સાથે સંબંધ હોવાના અહેવાલ

જમ્મુ-કાશ્મીર પોલીસે એક એવા મહાઠગની ધરપકડ કરી છે, જે પોતાને આખા જમ્મુમાં પીએમઓ ઓફિસર ગણાવતો હતો. આ મહાઠગ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે.પીએમઓના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ મહાઠગ કિરણ પટેલ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. જમ્મુમાં પીએમઓ ઓફિસર ગણાવતો કિરણ પટેલ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. અગાઉ  અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. કિરણ પટેલ અમદાવાદમાં પૂર્વ ડીવાયએસપી સાથે પણ કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની કિરણ પટેલ વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનુ કહીં 2 નિવૃત્ત ડીવાયએસપેવ, પીઆઇ, પીએસઆઈ સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. જે મામલે 6 વર્ષ પહેલા અમદાવાદના નરોડા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હતો. ફક્ત અમદાવાદમાં જ નહીં મહાઠગ કિરણ પટેલ સામે વડોદરામાં પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અમદાવાદના પૂર્વ વિસ્તારના સ્મૃતિ મંદિર નજીક ઘર ધરાવે છે.

મહત્વનું છે કે, જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરમાં એક મોટી કાર્યવાહી કરી છે. એક હાઈપ્રોફાઈલ કેસમાં અમદાવાદના કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ ધરપકડ કરાયેલ કિરણ પટેલ નામના વ્યક્તિએ બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય, નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. શ્રીનગરની એક સ્થાનિક કોર્ટે ગુરુવારે (16 માર્ચ) કિરણને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો.

આ વ્યક્તિ પોતાને પીએમઓ ઓફિસર ગણાવતો હતો. રિપોર્ટ્સ અનુસાર કિરણ પટેલ હોટલ લલિતના રૂમ નંબર 1107માં રહેતો હતો. તેમણે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં સ્થિત દૂધપથરી સહિત કાશ્મીરના ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પટેલની સાથે એસડીએમ રેન્કના અધિકારી પણ હતા. પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ જગદીશ પટેલના પુત્ર કિરણ પટેલ તરીકે થઈ હતી.

વર્ષ 2023ની એફઆઈઆર નંબર 19 નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે, 02-03-2023ના રોજ પોલીસ સ્ટેશન નિશાતને મળેલી વિશ્વસનીય બાતમી પરથી જાણવા મળ્યું છે કે, છેતરપિંડી કરનાર ગુજરાતનો કિરણ પટેલ છે. કિરણ પટેલ પર આરોપ છે કે, તેણે લોકોને છેતર્યા છે. તે જોતા કિરણ વિરુદ્ધ આઈપીસીની કલમ 419, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કેસની વધુ તપાસ ચાલી રહી છે.અમદાવાદના ખાનપુરથી લઈને કોબા સ્થિત શ્રાી કમલમ્ એમ ભાજપના કાર્યાલયોમાં નજરે ચઢેલા કિરણ પટેલના સંબંધો મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેશ પંડયા સાથે પણ રહ્યા હોય તેવા અહેવાલ સૂત્રો તરફથી મળ્યા છે. આ મહાઠગે 29મી જાન્યુઆરીએ અમદાવાદની હોટલ હયાતમાં જી-20 સમિટ હેઠળ ’જુદાજુદા ઉદ્યોગોમાં ઉપલબ્ધતકો અને પ્રાથમિકતા” વિષયે કોન્ફરન્સનું પણ આયોજન કર્યુ હતુ. જેમાં ગુજરાત સરકારના સચિવોને પણ આમંત્રણ અપાયુ હતુ.

કિરણ પટેલે પોલીસ અધિકારીઓ સાથે પણ કરી છે છેતરપિંડી!!

મૂળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની કિરણ પટેલ વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનુ કહીં 2 નિવૃત્ત ડીવાયએસપેવ, પીઆઇ, પીએસઆઈ સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. જે મામલે 6 વર્ષ પહેલા અમદાવાદના નરોડા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

શું હતો સમગ્ર મામલો ?

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓ ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.