Abtak Media Google News

માંગો પુરી કરવામાં નહિ આવે તો આગામી ૧ ઓક્ટોબરએ નાર રાજ્ય વ્યાપી હડતાલમાં જોડાશે

સુરેન્દ્રનગર સસ્તા અનાજના દુકાનદારોની બેઠક રવિવારના રોજ સાંજે મળી હતી. જેમાં પડતર માંગણીઓનો હલ નહી આવતા તા. ૧ ઓકટોબરી નાર રાજય વ્યાપી હડતાલમાં જોડાવવાનો ઝાલાવાડના સસ્તા અનાજના દુકાનદારોએ નિર્ણય કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૫૦ થી વધુ સસ્તા અનાજના દુકાનદારો છે. જેમાં જિલ્લાના ૪ લાખી વધુ પરિવારો દર માસે ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન સહિતનો જથથો મેળવે છે. ત્યારે છેલ્લા થોડા સમયી સસ્તા અનાજના દુકાનદારો દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે રજૂઆત કરવા છતાં હલ આવતા સસ્તા અનાજના દુકાનદારોએ લડી લેવાની તૈયારી દાખવી છે. જેમાં રવિવારે સાંજે એક બેઠકનું આયોજન કરાયુ હતુ. બેઠકમાં જિલ્લા પ્રમુખ નારાયણભાઇ ચાવડા, વઢવાણના ધનજીભાઇ પરમાર, સુલતાનભાઇ, મનોજભાઇ, કાદરભાઇ મેમણ સહિતનાઓ ઉપસ્તિ રહ્યા હતા. આ બેઠકમાં કમીશન વધારવુ, કાયમી પગાર કરી આપવો, ફીંગર પ્રીન્ટના લીધે ગ્રાહકો સો તુ ઘર્ષણ ઓછુ કરવા સહિતની માંગણીઓ ન સંતોષાતા તા. ૧ ઓકટોબરી એસોસિયેશન દ્વારા હડતાલ કરવાનો નિર્ણય કરાયો હતો. જેના લીધે ચાલુ માસના અંતે મળનાર આવનાર માસનો જથ્થો પણ સસ્તા અનાજના દુકાનદારો ઉપાડશે નહી. દિવાળી પહેલા સસ્તા અનાજના દુકાનદારોએ હડતાલનું શ ઉગામવાની જાહેરાત કરતા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મળતો અનાજ અને કેરોસીનનો જથથો મળવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. સુરેન્દ્રનગરના સસ્તા અનાજના દુકાનદારો આગામી માસી હડતાલ પર જવાના છે તે અંગેની અમોને કોઇ જાણકારી ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.