Abtak Media Google News

મધ્યપ્રદેશનાં અલીરાજપુર વિસ્તારનાં કેવડી ગામની મહિલા ચંપા ઉ.વ. 28 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી . વિવિધ રાજ્યોનાં શહેરો – ગામડાઓમાં તે સતત રખડતી – ભટકતી રહી હતી . આખરે તે ગુજરાતના બાયડ શહેરનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવાશ્રમમાં પહોંચી હતી . ત્યાંના સંચાલકો અશોક જૈન, વિશાલ પટેલ , વિજય પટેલે તેની ખૂબ જ સારી સારવાર કરાવી.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત  રામદેવ સેવાશ્રમ પાલારા – કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને સાથે ભુજ લઇ આવ્યા. મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી મહિલા ચંપાનું ઘર શોધી કઢાયું . સમાચાર મળતાં જ પરિવારમાં અનહદ ખુશી છવાઇ . પરિવારજનોએ વિડીયોકોલ દ્વારા ચંપા અંગે ખાત્રી મેળવી.

વાહન દ્વારા તેનો પતિ ગુજલા બારિયા , બે દીકરા , બે દીકરી , ભાઇ ભીમસીંગ , તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા . વીશ – વીશ વર્ષનાં વાયરા વિતી ગયા હોવા છતાં ચંપાએ પરિવારજનોને નામ જોગ ઓળખી કાઢયા. સૌ ચંપાને ભેટી પડતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા . સૌની આંખો અશ્રુભીની બની. વીશ – વીશ વર્ષની મુશ્કેલીનો અંત આવ્યો .

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર , આનંદ રાયસોની , પંકજ કુરૂવા , દિલીપ લોડાયા , ઉંમરશી ધુલ્લા , વેશુભા સોઢા , ગિરધરભાઇ સિંધી , સલીમ લોટા સહભાગી બન્યા હતા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.