Abtak Media Google News

પાર્શ્વનાથ પ્રભુજીના તીર્થોમાં ગણનાપાત્ર આ તીર્થસ્થાનમાં અતિથીગૃહ તથા કાયમી ભોજનશાળા જેવી સુવિધા

કચ્છ અબડાસા મોટી પંચતીર્થનાં સુથરી, કોઠારા, નલીયા, તેરા, જખૌ, સાંધાણ સુપ્રસિદ્ધ ગામો છે. જ્યાં ગામની વચ્ચે ભવ્ય જિનાલયો આવેલાં છે. અબડાસા મોટી પંચતીર્થનું શ્રી સુથરી તીર્થની મહાતીર્થ તરીકે ગણના થાય છે. ભક્તિ અને કળાના સંગમનું પ્રતિક એટલે જ શ્રી સુથરી મહાતીર્થ. અનેક ધર્મક્ષેત્રોથી સુવિખ્યાત એવા ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાનાં અબડાસા તાલુકાના અરબી સમુદ્ર કિનારે આવેલ સુથરી ગામ અતિ રળિયામણું ગામ છે. આ ગામની અંદૃર પરમ પ્રભાવિક શ્રી ધૃતકલ્લોલ પાર્શ્ર્વનાથ પ્રભુજીનું જૈન જિનાલય આવેલું છે. મુળનાયક શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજીનું મૂળ બિંબ મહારાજા સંપ્રતિએ ભરાવેલા બિંબોમાંનું એક છે. વિ.સં. ૧૮૯૫ વૈશાખ સુદૃ-૮ રવિવારે જિનાલયની પ્રતિષ્ઠા થઇ હતી.

અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય શ્રી મુક્તિસાગરસુરીશ્વરજી મ.સા.નાં વરદ્ હસ્તે પ્રતિષ્ઠા થઇ હતી. અને મહોત્સવ ઉજવાયો હતો. દૃેવવિમાન જેવું ગગનચુંબી જિનાલય દૃરેકનું મન હરી લે છે. નિર્માણકર્તા પુરૂપ્રાોત્તમ જેઠા તથા મેઘજી ઉડીઆ હતા. સુથરી જિનાલયનાં સલાટ મનજી કડવાજી હતા. શિખરબંધ ભવ્ય જિનાલય અહીંનું મુખ્ય આકર્પ્રાણ છે. પાર્શ્ર્વનાથ પ્રભુજીનાં તીર્થોમાં આ તીર્થની ગણનાં થાય છે. યાત્રાળુઓ માટે અહીં સુંદૃર સવલતો ઉપલબ્ધ છે. અતિથિગૃહ તથા કાયમી ભોજનશાળા છે. જિનાલય પ્રાંગણમાં શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથના સમવસરણ આરિસા ભવન જિનાલય આવેલ છે. તપસ્વીરત્ન સંઘ શિરછત્ર અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રી ગુણોદૃયસાગર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ જિનાલય નિર્માણ પામ્યું છે. સુથરીનાં હંસરાજ ડોસાભાઇ ધરમશીં માતુશ્રી સોનલબેન રાયચંદૃ હંસરાજ ધરમશીં સર્વે પરિવારજનોએ તા. ૧૭-૧૧-૨૦૧૮ નાં આ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. આ આરીસા ભવન પણ ખૂબ જ જોવા લાયક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.