Abtak Media Google News

દર વર્ષે નબળા ચોમાસાને કારણે કચ્છમાં પાણી અને ઘાસચારાની કારમી અછત સર્જાય છે. કચ્યમાંથી માલધારીઓએ પોતાના પશુધણ સાથે રાજકોટ ભણી હિજરત શરુ કરી છે. રાજકોટના સીમાડે આવા હિજરતી પશુઓ માટે કામચલાઉ ઢોરવાડા ઉભા કરાયા છે. તેમજ રાપર તાલુકાના ખાંડેક, આડેસર, નાગપુર જેવા વિસ્તારમાં ગાયોનું જતન થઇ રહ્યું છે. શ્રી ગૌસેવા જીવદયા અભિયાન સમીતી નામે સંસ્થા ઉભકી ગૌ પ્રેમીઓએ આ નિરાધાર ગાયોને બચાવવાનો સેવાયજ્ઞ ચાલુ કર્યો છે. પણ મુળ મુશ્કેલી ખર્ચને પહોંચી વળવાની છે. સમીતિના સભ્યોએ એ માટે સમાજના શ્રેષ્ઠીઓ, જીવદયાપ્રેમીઓ અને ગૌભકતો સમક્ષ હાથ લંબાવ્યો છે.

Advertisement

છેલ્લા પાંચ મહિનાથી કચ્છ અને અન્ય વિસ્તારોમાંથી  આવેલા અને ઘાસ પાણી માટે ટળવળતા ગૌવંશ અને અન્ય અબોલ પશુઓની સેવામાં ગૌસેવા જીવદયા અભિયાન સમીતીએ શહેર બહાર અલગ અલગ સ્થળોએ પશુઓને રાખ્યા છે. ઢોરવાડામાં છાંયડો, પાણી, સ્વચ્છતા આરોગ્ય ચકાસણી અને ઘાસચારા સહીતની વ્યવસ્થા કરાઇ રહી છે.

સમગ્ર સંચાલનમાં નીમીત બનનાર ગૌસેવા જીવદયા અભિયાન સમીતી આ પૂર્વ પણ સને ૨૦૧૩ ની સલામાં શીશૉગ, મોટા વડાળા, ખીરસરા, સણોસરા, રતનપર સહીતના સ્થળોએ ૩૫૦૦ જેટલી ગૌ માતાઓ, ગૌવંશને છ જેટલા હંગામી કેટલ કેમ્પોમાં ભગવાન ભરોસે તેમજ દાતાઓના સહકારથી આશ્રય આપવામાં નીમીત બની હતી. તેમજ ગૌ માતાની હાલાકીમાં સાથે મળીને આપણા વિસ્તારની ગામ શહેરની ગૌશાળા પાંજરાપોળમાં તન, મત, ધન થી મદદરુપ થઇએ. આપણે ત્યાં આવતા સારા માંઠા પ્રસંગોમાં અન્ય વ્યય કરવાને બદલે એ રકમ જીવદયામાં વાપરીએ અબોલ જીવોને બચાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.