Abtak Media Google News

ગોબર, ગૌમૂત્ર અને માઈક્રોબ્જ પઘ્ધતિના સંયોજન થકી બનેલા ગૌ વરદાન ખાતરથી જેવિક ખેતી કરી વિપુલ પ્રમાણમાં ઉત્પાદનો પ્રાપ્ત થાય છે

છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ખેતીમાં રાસાયણિક ખાતરો અને વિલાયતી પાક સંવરક્ષક દવાઓના અતિરેકથી ચાર દશકમાં આપણી સુજલામ-સુફલામ કહેવાતી ખેતી ભંગાણના આરે આવીને ઉભી છે. ખાતરોના અતિરેકથી જમીનો નિજીવ થઈ જતા ખેડુતો દિવસ-રાતની મહેનત છતાં ઉચીત અને ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકાતું નથી. છેલ્લા ત્રણ દશકમાં પર્યાવરણને થયેલ નુકસાન અને સતત આવતી વરસાદની અછતે ખેડુતોને પાયમાલ કરી દીધા છે. માનવ અને પશુ-પક્ષીઓમાં અકલ્પનીય એવા રોગોની વૃદ્ધિ થઈ રહી છે. કેન્સર, કિડની, માઈગ્રેન, સ્કીન, ટીબી, બી.પી. અને સુગર જેવા ક્રોનિક રોગોની વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લા એકાદ દશકમાં ગૌ આધારીત જેવિક ખેતી દ્વારા કેટલાક પ્રગતિશીલ ખેડુતો ફળ, ફુલ, શાકભાજી અને અનાજ સહિત તેલીબીયાઓના પાકમાં મબલખ ઉત્પાદન મેળવી ન્યાલ થઈ રહ્યા છે. એક ગાય ૩૦ એકર (૭૫ વિઘા) જમીન માટે ચમત્કારી પરિણામ આપવા સક્ષમ છે પરંતુ આપણે પરંપરાગત જૈવિક ખેતી છોડીને રાસાયણિક ખાતરો અને દવાઓ તરફ વળી વિનાશ નોતર્યો છે. શ્રીજી ગૌશાળા (ન્યારા) દ્વારા ગાય આધારીત ખેતીની દિશામાં નીતનૂતન માર્ગદર્શક શીબીરોના આયોજન સાથે સંસ્થા દ્વારા છેલ્લા એક વર્ષમાં ગોબર, ગૌમુત્ર અને માઈક્રોબ્જ (બેકટેરીયા) પઘ્ધતિના સંયોજન દ્વારા ‘ગૌવરદાન’ ખાતરના નિર્માણ થકી જૈવિક ખેતીની દિશામાં એક નવાચરણનો આરંભ કર્યો છે. શ્રીજી ગૌશાળામાં નિવાસીત ૧૭૦૦૦થી વધુ દેશી અને ગીર ગાયોના ઉતમ ગોબરને એક વિશેષ પ્રકારના જૈવિક ઉર્વરક યોગ દ્વારા સિઘ્ધ કરી ઉતમ કોટીના જૈવિક ખાતર ‘ગૌવરદાન’નું નિર્માણ અને ખેડુતો માટે સહેજ ઉપલબ્ધી સંભવ બનાવી છે. રાજકોટ જિલ્લાના અનેકો તાલુકાઓના પ્રગતિશીલ ખેડુતોને ધીમે ધીમે જૈવિક ખેતી તરફ વાળી દાડમ, ચીકુ, કેરીના બગીચા, ગુલાબ સહિત અનેક પ્રકારના ફુલોની ખેતી અને કપાસ તેમજ મગફળી જેવા પાકોમાં જૈવિક ખાતરથી વિપુલ પ્રમાણમાં ઉત્પાદનો પ્રાપ્ત કરાવી ચમત્કારીક પરીણામો મેળવ્યા છે. જેને કારણે સૌરાષ્ટ્રભરના અનેક ખેડુતો ગાય આધારીત જૈવીક ખેતી તરફ આકર્ષીત થયા છે.

શ્રીજી ગૌશાળા-રાજકોટ દ્વારા એક વર્ષના સઘન પ્રયાસ પછી સેંકડો ટન ‘ગૌવરદાન’ જેવીક ખાતરનું પઘ્ધતિસરનું નિર્માણ કરી ખેડુતો માટે ઉપલબ્ધી સરળ બનાવી છે. ખેડુતોને વ્યાજબી ભાવે વધુ ઉત્પાદન આપતું આ જૈવિક ખાતર ગૌશાળાએથી સીધું જ પ્રાપ્ત થાય એવી સુંદર વ્યવસ્થા આયોજીત કરી છે. સંસ્થા દ્વારા જૈવિક ખેતીમાં ઉતમ પરીણામ મેળવવા ઈચ્છુક ખેડુતો અને ‘ગૌવરદાન’ ખાતરની વિશેષ જાણકારી માટે સંસ્થાના ડો.પ્રભુદાસભાઈ તન્ના (મો.૯૮૨૫૪ ૧૮૯૦૦), રમેશભાઈ ઠકકર (૯૯૦૯૯ ૭૧૧૧૬)નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.