Abtak Media Google News

રાજકોટમાં સૌ પ્રથમ ઓપીડી કિલનિક એન્ડ ટેલીમેડિસન સેન્ટરનો પ્રારંભ

મુંબઈની પ્રસિધ્ધ હોસ્પિટલ કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ કેડીએએચ)એ રાજકોટમાં તેનું પ્રથમ કિલનિક એન્ડ ટેલીમેડીસીન સેન્ટર શહેરના હર્દ સ્માઈલ બિલ્ડીંગ, મંગલ મેઈન રોડ પર સ્થિત કિલનિક એન્ડ સેન્ટર ફોર ટેલીમેડીસીનનો ઉદેશ સૌરાષ્ટ્રનાં રહેસીઓની પહોચમાં સ્વાસ્થ્યની સારસંભળમાં ઉત્કૃષ્ટતા લાવવાના હેતુ સાથેના પ્રારંભ સાથે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી.

જે અંતર્ગત આ સેન્ટર વર્ષના તમામ કામકાજનાક દિવસોમાં ચાલુ રહેશે કોકિલાબેન હોસ્પિટલ મુંબઈમાંથી સ્પેશ્યાલિસ્ટ ક્ધસલ્ટન્ટ અને સર્જન દરરોજ ક્ધસલ્ટેશન માટે ઉપલબ્ધ રહેશે. મુલાકાતોનું માસિક સમયપત્રક ઓનલાઈન ઉપલબ્ધ થશે અને સેન્ટરમા એપોઈન્ટમેન્ટ્સના પૂર્વ બુકીંગ માટે સક્ષમ બનાવવામાં આવશે.

પત્રકાર પરિષદમાં કોકિલાબેન હોસ્પિટલનાં એકિઝકયુટિવ ડિરેકટર ડો. રામ નારાયણે જણાવ્યું હતુ કે, અમે સૌરાષ્ટ્ર અને પડોશી વિસ્તારમાંથી આશરે ૫ હજાર દર્દીઓની સારવાર કરી છે. અમને કચ્છ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટમાંથી ઘણા કેસ મળ્યા છે. મોટાભાગનાં દર્દી યકૃતના રોગો, બાળકોનાં હર્ટ સેન્ટર, ન્યુરોલોજી અને ઓન્કોલોજી માટે સારવાર મેળવવા ઈચ્છે છે. આ સેન્ટરના વિસ્તારોમાંથી અમારા તમામ દર્દીઓને ઉત્કૃષ્ટ હેલ્થકેરનાં પ્રવેશ દ્વાર તરીકે કામ કરશે. અમારો પ્રયાસ અમારા તમામ દર્દીઓ માટે તેમના ઘર આંગણે શ્રેષ્ઠ હેલ્થકેર પ્રદાન કરવા અનુકુળતા પ્રદાન કરવાનો છે. સેન્ટર દર્દીઓ માટે સમય અને નાણાની બચત કરશે. જેઓ સારવાર મેળવવા મોટા શહેરની મુલાકાત લે છે. દર્દીઓ નિયમિત ક્ધસલ્ટેશન મેળવવા ઈચ્છે છે. જેમને વધારે સારવાર માટે મુંબઈ મોકલવામાં આવે છે. કે સારવાર પછી ફોલોઅપ માટે ત્યાં મોકલવામા આવે છે. આ નંબર પર ૦૨૮૧-૨૪૮૨૦૨૦ અથવા +૯૧ ૮૧૪૦૩૫૩૧૦૭ ઉપર સેન્ટર પર એપોઈન્ટમેન્ટસ થઈ શકશે.

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટયુટ ભારતની અતિ આધુનિક કવાર્ટર્નરી કેર ફેસિલિટીઓમાથી એક છે. રિલાયન્સ ગ્રુપની મુખ્ય સામાજિક્પહેલ તરીકે હોસ્પિટલ હેલ્થકેર કેન્દ્ર તરીકે ભારતનાં વૈશ્ર્વીક ધારાધોરણો વધારવા ડિઝાઈન કરવામાં આવી છે. જેમા નૈદાનિક સેવાઓ, નિદાન સુવિધાઓ અને સંશોધનમાં ઉત્કૃષ્ટતા પર ભાર મૂકવામાં આવે છે. હોસ્પિટલ ૩૫૦ ફૂલ ટાઈમ સ્પેશ્યાલિસ્ટ ધરાવે છે. જે પુરાવા આધારિત હેલ્થકેર પ્રદાન કરે છે. આ પત્રકાર પરિષદમાં કોકિલાબેન ધીરુભાઈઅંબાણી હોસ્પિટલનાં કેન્સર ડિપાર્ટમેન્ટનાં છે. ડો. રાજેશ મિસ્ત્રી, ડો. વિનયકુમાર અને ડો. અભિષેક શ્રીવાસ્તવે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને વિસ્તૃત માહિતી આપી હતી આ પત્રકાર પરિષદમાં સારવાર લઈ ચૂકેલા દર્દીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ રાજકોટના જુલાઈ માસના કાર્યક્રમમાં ૧૭ થી ૨૮મી સુધી વિવિધ રોગના તજજ્ઞો સેવા આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.