• મિત્રનું ઉપરાણું લઇ વચ્ચે પડેલા યુવકને છરી બતાવી માર માર્યા: આરોપીની શોધખોળ

અબતક, રાજકોટ
રાજકોટ યુનિવર્સિટી રોડ પર મોડી રાત્રે જૂની અદાવતને કારણે બે મિત્રો ઉપર ત્રણ આરોપીઓએ હુમલો કરી બંનેની આંખમાં મરચાનો સ્પ્રે છાંટી રૂા.રર00ની લુંટ ચલાવી ભાગી ગયા હતા. જે અંગે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ.
વધુ વિગત મુજબ શિવશક્તિ કોલોનીમાં બ્લોક નં. 142માં રહેતાં પ્રધ્યુમનસિંહ ગુલાબસિંહ જાડેજા એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રે 12.30 વાગ્યાની આસપાસ મિત્ર નરેન્દ્રસિંહ રાણા સાથે યુનિ. રોડ પરની ચાની હોટલે -2 સ્કોર્પિયોમાં બેસી વાતો કરતો હતો. બાદ તે ઘરે જવા નીકળ્યો હતો. દેકારો થતો જોવા મળતાં ત્યાં જઈ જોયું તો મિત્ર નરેન્દ્રસિંહ રાણાની ગાડી પાસે કાળા કલરની થાર ગાડી ઉભી હતી. ઉમંગ ગોવિંદભાઈ પટેલ, તેનો મિત્ર અમન નેપાળી અને મિલન ખખ્ખર થી નરેન્દ્રસિંહ સાથે કોઈ જૂની અદાવતને ની કારણે બોલાચાલી કરતા હતા.

તેણે વચ્ચે પડી ઝઘડો કરવાની ના પાડતા ઉમંગે તેને ગાળો ભાંડયા બાદ તમામ આરોપીઓએ નરેન્દ્રસિંહને માર માર્યો હતો. આ ઉમંગે તેને કહ્યું કે તેને બહુ ચરબી વધી ગઈ છે. પકડી રાખી ઉમંગે તેના શર્ટના ઉપરના ખીસ્સામાંથી રૂા.2200 પડાવી લઈ તે શર્ટ ફાડી નાખ્યો હતો.

ખીસ્સું અને બાદ મિલને છરી બતાવી કહ્યું. કે હવે અહીં ઉભા રહ્યા તો જાનથી મારી નાખીશ. એવામાં ઉમંગે તેના ખીસ્સામાંથી મરચાનો સ્પ્રે કાઢી તેની અને નરેન્દ્રસિંહની આંખમાં છાંટી દેતાં બંનેની આંખમાં બળતરા શરૂ થઈ ગઈ હતી. તે સાથે જ ત્રણેય આરોપીઓ ત્યાંથી જતાં રહ્યા હતા. બાદમાં 108માં જઈ સિવીલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. આ પછી પરિવારના સભ્યોએ હિંમત આપતાઆજે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લુંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.