Abtak Media Google News

ગાંધી સ્મૃતિની મુલાકાત લઇ મહાત્મા ગાંધીને ભાવવંદના અર્પણ કરી  

ચૈત્રી નવરાત્રીના પાવન પર્વમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ જિલ્લાના ગોંડલ સ્થિત ભૂવનેશ્વરી શક્તિપીઠના દર્શન કર્યા હતા. જગતધાત્રી માં ભૂવનેશ્વરીના પૂજનઅર્ચન કરી સમગ્ર રાજ્યની સુખાકારી માટે મુખ્યમંત્રીશ્રીએ મંગલ કામના કરી હતી. શ્રી રૂપાણીએ અહીં ભૂવનેશ્વરી ઔષધાશ્રમમાં વિવિધ વિભાગોની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.

Dt.23 03 2018 Hon. C.m At Bhuvneshvari Shaktipith 07શક્તિ ઉપાસના માટે ચૈત્રી નવરાત્રીનું અનોખું મહાત્મ્ય છે. ભાવિકો વિવિધ પ્રકારે દેવી ઉપાસના કરી પુણ્યનું ભાથુ બાંધતા હોય છે અને આ નવ દિવસ દરમિયાન શક્તિપીઠના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. ત્યારે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગોંડલની ભૂવનેશ્વરી શક્તિપીઠના દર્શન કરી જગતજનની સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું.

Dt.23 03 2018 Hon. C.m At Bhuvneshvari Shaktipith 08મંદિર અંદર માં ભૂવનેશ્વરી સમક્ષ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે તેમણે વિશેષ પૂજા પણ કરી હતી. અહીં તેમના હસ્તે નારીશક્તિને સાડીની લાણી (પ્રાસંગિક ભેટ) પણ આપી હતી.

Dt.23 03 2018 Hon. C.m At Bhuvneshvari Shaktipith 22મુખ્યમંત્રીશ્રીએ એ બાદ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. અહીં રાખવામાં આવેલી આયુર્વેદના પ્રાચીન ગ્રંથો, ઔષધ નિર્માણની વિવિધ વસ્તુઓ તથા કલાકારીની અન્ય વસ્તુઓ તેમણે નિહાળી હતી.

Dt.23 03 2018 Hon. C.m At Bhuvneshvari Shaktipith 21શ્રી રૂપાણીએ ભૂવનેશ્વરી ઔષધાશ્રમની પણ મુલાકાત લીધી હતી. વિવિધ પ્રકારના રોગ અને શારીરિક ઉપાધીના શમન-નિર્મૂલન માટે પ્રાચીન પરંપરા અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી બનાવવામાં આવતી વિવિધ દવાઓનું તેમણે નિરીક્ષણ કર્યું હતું અને જાણકારી પ્રાપ્ત કરી હતી. આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજે ઔષધિ અંગે માહિતી પૂરી પાડી હતી.

Dt.23 03 2018 Hon. C.m At Bhuvneshvari Shaktipith 23મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધી સ્મૃતિની મુલાકાત લઇ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભાવવંદના અર્પણ કરી હતી. ગોંડલમાં રાજવી સર ભગવતસિંહના શાસન દરમિયાન ગાંધીજીએ અહીંની મુલાકાત લીધી હતી અને તેમને મહાત્માનું બિરૂદ અહીં આપવામાં આવ્યું હતું.

Dt.23 03 2018 Hon. C.m At Bhuvneshvari Shaktipith 10આ વેળાએ ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા, રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, કાયદાપંચના સભ્યશ્રી અભયભાઇ ભારદ્વાજ, અગ્રણીશ્રી રમેશભાઇ ફળદુ, શ્રી નિતીનભાઇ ભારદ્વાજ, શ્રી ચેતનભાઇ રામાણી, રેન્જ આઇ.જી.શ્રી ડી.એન.પટેલ, કલેકટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા પોલીસ વડાશ્રી અંતરીપ સુદ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.ટી.પંડયા, ડાયેટના પ્રાચાર્યા શ્રીમતી ચેતનાબેન વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.