Abtak Media Google News

મોહમ્મદ સિરાજ અને ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેને પાછળ છોડીને એવોર્ડ જીત્યો

ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. શુભમન ગિલ પ્રથમ વખત આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેણે મોહમ્મદ સિરાજ અને ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો છે.

શુભમન ગિલ પ્રથમ વખત આઈસીસી  પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ થયો હતો અને તે તેના પ્રથમ પ્રયાસમાં જ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. શુભમન ગિલે ગયા મહિને સફેદ બોલના બંને ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગિલ ગયા મહિને જ મુંબઈમાં શ્રીલંકા સામે પ્રથમટી20 રમ્યો હતો, જેમાં તે માત્ર સાત રન બનાવી શક્યો હતો પરંતુ ત્રીજી મેચમાં તેણે 46 રન બનાવ્યા હતા. આ પછી ત્રણ વનડેમાં 70, 21 અને 116 રન બનાવ્યા. હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં તેણે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા જ્યારે બીજા છેડેથી કોઈ બેટ્સમેન 28 રનને પાર કરી શક્યો નહોતો.

શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ, 21 વનડે અને 6 ટી20 મેચ રમી ચૂક્યો છે. શુભમન ગિલે ટેસ્ટમાં 736 રન, વનડે માં 1254 રન અને ટી 20માં 202 રન બનાવ્યા છે. હાલમાં તે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.