Abtak Media Google News

‘અબતક’ નીશુભેચ્છા મુલાકાતે કવિ સંમેલનની ટીમ

ગુજરાતી કવિતાના આધુનિક કાળના જે ચાર-પાંચ અગ્રગણ્ય કવિઓ છે. તેમાના એક કવિ એટલે આપતા જુનાગઢના કવિ શ્યામ સાધુ આ કવિએ ગુજરાતી ગઝલને પોતીકી સર્ગશકિતથી નવતા આપી અને ઊંડાણથી શબ્દ સાથે સંબંધ પણ સ્થાપીને અત્યંત તાઝગી અને લાવણ્યથી કવિતાને ઉપાસી છે. એટલે શ્યામ સાધુ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા સંજુવાળા જણાવ્યું હતું કે આપણી ભાષાના પ્રથિતયશ, આધુનિક કવિ છે. આપણી ભાષાને ગઝલનો વૈભવ આપનાર કવિ શ્યામ સાધુનો જન્મ દિવસ 1પમી જુનના રોજ હતો.

કવિની બહુમુખી પ્રતિભાને સ્નેહાજલી પાઠવવા માટે તા. ર4 જુન 2023 ના રોજ ને શનિવારના રાત્રે 9 વાગે હેમુ ગઢવી ઓડિટોરિયમ (મીની), ટાગોર માર્ગ રાજકોટ શ્યામોત્સવ નામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કવિ શ્યામ સાધુની કવિતામાં સૌન્દનિરૂપણ વિશે કવિ સંજુ વાળા, કવિ શ્યામ સાધુની કવિતામાં કથનવૈભવ વિશે આર.પી. જોશી અને અનુભુતિજન્ય કવિતાના સાધુ કવિ વિશે કવિ સ્નેહી પરમાર પોતાની વિદ્વતાભરી અભ્યાસુ દ્રષ્ટિથી આ કવિતા વિશે વ્યાખ્યાન કરશે.

કાર્યક્રમના બીજા ભાગમાં ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિઓ પોતાની કવિતાનો કાવ્ય પાઠ કરશે. આ કવિ સંમેલનમાં કવિ સંજુ વાળા, કવિ હરજીવન દાફડા, કવિ વસંત જોશી, કવિ સ્નેહી પરમાર, કવિ હિમલ પંડયા,  કવિ ભાર્ગવ ઠાકર, કવિ ડો. પરેશ સોલંકી અને કવિ ડો. કેતન કાનપરિયા ઉ5સ્થિત રહી પોતાની શ્રેષ્ઠ કવિતાઓના પાઠ દ્વારા પણ સ્નેહાજલી પાઠવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.