મોટાભાગના લોકોને શરીરમાં સ્વાસ્થ્યને લગતી કોઇને કોઇ તકલીફ રહેતી જ હોય છે. જેમ કે સાંઘાનો દુખાવો, માથાનો દુખાવો, પેટનો દુખાવો વગેરે….આ સમસ્યાઓ ખૂબ જ સામાન્ય કહેવાય છે. જે ક્યારેક ક્યારેક ઉદ્ભવે છે. પરંતુ ઘણા લોકો આ સમસ્યાઓના છુટકારા માટે હમેંશા પેનકિલર દવાઓનુ સેવન કરતા હોય છે. આ પેનકિલર દુખાવાને દૂર તો કરે જ છે. પરંતુ તેની ઘણી સાઇડ ઇફેક્ટસ છે. જેના વિશે તમને જણાવીશુ…

– ઘણા લોકોની ટેવ હોય છે. સમસ્યાઓમાં પેનકિલરનું સેવન કરવુ. પરંતુ આવુ કરવાથી તમારા સ્વાસ્થ્યને ખુબ નુકસાન થઇ શકે છે. વધારે પ્રમાણમાં આ દવાઓનું સેવન કરવાથી કિડની પર તેની ખરાબ અસર પડે છે. એટલુ જ નહિ આ દવાઓના સેવનથી કિડની ફેલ થવાની શક્યતાઓ પણ વધી શકે છે.

– ઘણી વખત આ પેનકિલરથી દુખાવો ઓછો થઇ જાય છે. પરંતુ તેનાથી એસિડીટી, ઉલ્ટી, ડાયેરિયા અને પેટના દુખાવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

– વધારે પડતા પેન કિલરના સેવનથી બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ ઉદભવી શકે છે. આ ઉપરાંત હાડકા પણ પણ તેની ખરાબ અસર થાય છે તેનાથી હાડકા નબળા પડી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.