Abtak Media Google News

ઉચ્ચ શિક્ષાણનાં વૈશ્ર્વિક પ્રવાહોનાં દ્વાર ખોલતુ રાજકોટ સ્થિત વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ

સૌરાષ્ટ્ર-કચ્છની ગણમાન્ય ઈજનેરી તથા આર્કીટેક્ચર કોલેજોનું સંચાલન કરતું વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ પોતાની સ્થાપનાનાં રજત જયંતિ વર્ષની ઉજવણી કરી રહેલ છે. સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાસભર સંસ્કારલક્ષિ શિક્ષાણનું હિમાયતી વી.વી.પી. ટ્રસ્ટ તેના શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા માટે ખ્યાતનામ છે જે પરંપરાને આગળ વધારતા સંસ્થાના રજત જયંતિ વર્ષ દરમ્યાન  વી.વી.પી. ટ્રસ્ટ એ  યુરોપીયન યુનિવર્સીટી ઓફ ટેકનોલોજી (સ્પેન) સાથે ઉચ્ચ શિક્ષણ સંબંધિત ઐતિહાસિક એમ.ઓ.યુ. કરેલ છે.

એમ. ઓ .યુ. ના વિશે વિશેષ  વી.વી.પી. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી  લલિતભાઈ મહેતા ટ્રસ્ટી કૌશિક ભાઈ શુક્લ, ડો. સંજીવ ભાઈ ઓઝા હર્ષલ ભાઈ મણિયાર, ડો. નરેન્દ્ર ભાઈ દવે, નિયામક કિશોરભાઈ ત્રિવેદી આચાર્ય  દેવાંગભાઈ પારેખ વિશેષ માહિતી આપતા જણાવે છે કે વી.વી.પી. ટ્રસ્ટ દ્વારા યુરોપનાં આઠ દેશની આઠ ખ્યાતનામ યુનિવર્સીટીઓ -’યુનિવર્સીટી ડિ ટેકનોલોજી ડિ ટ્રોયસ (ફ્રાન્સ), ’હોશચલ ડર્મસ્ટેડ યુનિવર્સીટી ઓફ એપ્લાઈડ સાયન્સ’ (જર્મની), ’રીગસ ટેહનીસ્કા યુનિવર્સીટેટ’ (લાતવીયા), ’ટેકનોલોજીકલ યુનિવર્સીટી ડબલીન (આયરલેન્ડ), ’ટેકનીકલ યુનિવર્સીટી ઓફ સોફિયા’ (બલ્ગેરીયા), ’સાયપ્રસ યુનિવર્સીટી ઓફ ટેકનોલોજી’ (સાયપ્રસ), ’યુનિવર્સીદાદ પોલીટેકનીકા ડિ કાર્તાજીના (સ્પેન), ’યુનિવર્સીટાટે ટેહનીકા ડિન કલજ – નપોકા’ (રોમાનીયા) દ્વારા સ્થાપિત યુરોપિયન યુનિવર્સીટી ઓફ ટેકનોલોજી સાથે વીવીપી ટ્રસ્ટ દવારા ગુજરાતનાં શૈક્ષાણિક જગતનું  સિમાચિહ્નરૂપ એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે.

સ્પેન ખાતે ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેક્ચર નાં આચાર્ય આર્કી. દેવાંગ પારેખ એ કરેલ પ્રસ્તૃત એમ.ઓ.યુ. થકી અધ્યાપકો, સંશોધકો તથા અન્ય સંશોધન તથા વહિવટનાં કર્મચારીઓનું આદાન પ્રદાન, સહયોગસભર સંશોધન યોજનાઓ, વ્યાખ્યાનો, શૈક્ષાણિક માહિતીઓ તથા સામગ્રીઓના આદાન પ્રદાન, વૈશ્વિક પ્રેક્ષકો માટેના શૈક્ષાણિક તેમજ ઓનલાઈન લર્નિંગ હેતુનાં અભ્યાસક્રમોનાં નિર્માણ અને પ્રતિપાદન તેમજ પારસ્પરીક સમજૂતિ મુજબનાં અન્ય શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહિત કરવા જેવા મુળગામી આયામો સિધ્ધ કરવામાં આવશે જેના કારણે ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિક શિક્ષણ અને સંશોધનનાં દ્વાર ખુલી શકાશે, અને સર્વગ્રાહી અને આધારભૂત ભવિષ્યનું નિર્માણ કરતા તકનીકી દ્રષ્ટીએ સક્ષમ નાગરીકોની પ્રાપ્તી સંભવિત થશે.

હંમેશા કશાક નવીન, સમાજ ઉપયોગી, રાષ્ટ્ર નિર્માણ માં સહકારી, મુલ્યનિષ્ઠ નાગરીકના નિર્માણ હેતુ સહાયભુત એવા શૈક્ષાણિક ક્રીયા-કલાપોનું અમલીકરણ કરતા વ્યવસાય વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ એ તેની સ્થાપનાના રજત જયંતિ વર્ષમાં યુરોપિયન યુનિવર્સીટી ઓફ ટેકનોલોજી સાથે કરેલ પ્રસ્તૃત પ્રતિષ્ઠીત એમ.ઓ.યુ. થકી  સંસ્થાની ગૌરવપૂર્ણ ગાથામાં યશકલગી સમાન ઉપલબ્ધી પ્રાપ્ત કરી નિશ્ચિત રીતે ગુજરાતનાં ભાવી તકનીકી ઉચ્ચ શિક્ષાણને નવી ઉંચાઈએ લઈ જવાનો માર્ગ સુનિશ્ચિત કરેલ છે.

સમગ્ર સૌરાષ્ટ્રનાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિધ્ધી મેળવનાર વી.વી.પી. ઈજનેરી કોલેજ તથા ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેક્ચરને સંસ્થાનાં મેનેજીગ ટ્રસ્ટી  લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીગણ  કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા ડો. નરેન્દ્રભાઈ દવે તેમજ ઈપ્સાનાં નિયામક  આર્કી. કિશોરભાઈ ત્રિવેદી સહર્ષ બિરદાવી માર્ગદર્શન આપી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.