Abtak Media Google News

એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલમાં શીખના નવમા ગુરુ તેજબહાદુરસિંહજી સાહેબનો કુરબાની દિવસ ઉજવાયો

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ખાતે શા. માધવપ્રિયદાસજી સ્વામી તા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અમૃતસરના પ્રતિનિધેિ શ્રી પરમજીતસિંહજી ગુરુદ્વારા ગોવિંદધામ અમદાવાદના પ્રમુખ જ્ઞાની ઇશ્વરસિંહજી, મુખ્યગ્રન્થિ રતનસિંહજીની ઉપસ્થિતિમાં શીખ ગુરુ તેગબહાદુરસિંહજી સાહેબનો કુરબાની દિવસ ઉજવવામાં આવ્યો.

આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજીએ પૂ.તેગબહાદુરસિંહજીની ચિત્ર પ્રતિમાને પુષ્પોની રીંગ અર્પણ કરી હતી.  ગુરુતેગબહાદુરસિંહજી સાહેબના શહાદત પ્રસંગની ઓડીયો વિડિયો ક્લિપ વિર્દ્યાીઓને બતાવવામાં આવી હતી. આ પ્રસંગે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ, અમૃતસરના પ્રતિનિધિ  પરમજીતસિંહજીએ ગુરુજીના જીવન વિષે પ્રકાશ પાડ્યો હતો.

0 18
Jpeg

શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે ગુરુનાનકદેવે શીખ ધર્મની સપના કરી છે. દુનિયાના મહાન ધર્મોમાં શીખ ધર્મનું મહત્વનું  સન છે. હિન્દુધર્મ અને શીખ ધર્મ બે સગા ભાઇઓની જેમ પરસ્પર પ્રેમી સંકળાયેલા છે શીખોએ રાષ્ટ્રની રક્ષા માટે પોતાની કુરબાની દેવામાં પાછી પાની કરી ની.

આ પ્રસંગે એસજીવીપી ગુરુકુલના પ્રિન્સીપાલ, વાઇસ પ્રિન્સીપાલ, વિર્દ્યાીઓ, શિક્ષકો, દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો, સંતો તથા  મોટી સંખ્યામાં શીખ બંધુઓ ઉપસ્તિ રહ્યા હતા. આ પ્રસંગે એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા શીખ વિદ્યાર્થી દિવ્યનુરસિંહજીએ ગુરુવાણીનો પાઠ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.