Abtak Media Google News

સિલ્વર જયુબેલીનાં ૨૫માં એપિસોડમાં આજે જાણિતા કલાકાર પ્રીતીબેન ભટ્ટ પોતાના સુરીલા કંઠે ૧૯૪૦ થી ૨૦૨૦ સુધીના ગીતોની આહલાદક સફર રજુ કરશે: આજનો એપિસોડ અવિસ્મરણીય બની રહેશે

લોકડાઉનમાં ઘરે બેઠા લોકોને તણાવમુકત કરવા ‘અબતક’એ પિરસેલો ભારતીય સંસ્કૃતિ મુજબના લોકગીતો, ગઝલો અને એવરગ્રીન ગીતોનો રસથાળ દર્શકોને ખુબ પસંદ પડયો

અભૂતપૂર્વ પ્રતિસાદ અને અવિરતપ્રેમ વરસાવવા બદલ દર્શક મિત્રોનો હૃદયપૂર્વક આભાર: કાર્યક્રમ હજુ પણ રસપ્રદ બનાવીને દર્શક મિત્રોને લોકડાઉન બાદ પણ સતત મનોરંજન પુરુ પાડવાની નેમ

હાલની લોકડાઉનની સ્થિતિમાં ઘરે બેસીને તણાવગ્રસ્ત બનેલા લોકોને કંઈક અનોખું મનોરંજન પુરુ પાડવા અબતક દ્વારા ચાલને જીવી લઈએ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે. દર્શક મિત્રો તરફથી અવિરતપ્રેમ મળતા અબતક ટીમનો પણ જુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. આજે ચાલને જીવી લઈએ કાર્યક્રમ સિલ્વર જયુબેલી ઉજવી રહ્યું છે. આજરોજ ૨૫મો રંગારંગ એપીસોડ રજુ થવા જઈ રહ્યો છે તે તમામ દર્શકો માટે અવિસ્મરણીય બની રહેવાનો છે.

Advertisement

કોરોનાની મહામારીના કારણે અમલમાં આવેલા લોકડાઉન દરમિયાન લોકોને ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી છે જેના કારણે ઘણા લોકો માનસિક ડિસ્ટર્બ થયા છે. ઉપરાંત ચારેય બાજુ આવતા કોરોનાના સમાચારોથી પણ ત્રસ્ત થયા હતા. હાલના સમયમાં ચાલતી થોકબંધ ચેનલોમાં પણ જયાં જુઓ ત્યાં કોરોના-કોરોના જ ચાલતું હતું. આવા સમયે લોકોને સંતોષ મળે તેવું મનોરંજન પુરુ પાડવા ‘અબતક’ આગળ આવ્યું અને લોકોને તણાવમુકત કરવા માટે ચાલને જીવી લઈએ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ મુજબનાં લોકગીતો, ગઝલો અને એવરગ્રીન ગીતોનો રસથાળ પીરસવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમથી લોકો જીવવાના ઉમંગ તરફ આગળ વઘ્યા છે જોકે આ કામ થોડુ પડકારરૂપ હતું પરંતુ ટીમ અબતકે માત્ર દર્શકોને કપરા સમયમાં મનોરંજન પુરુ પાડવાના એકમાત્ર આશ્રયથી શરૂ કરેલું આ કાર્ય દર્શકોનાં પ્રતિસાદને જોઈને સફળ નિવડયું હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ કાર્યક્રમને દર્શકો તરફથી અનહદ પ્રતિસાદ અને પ્રેમ મળતો રહ્યો છે. દર્શકોએ સતત ટીમ અબતકનો ઉત્સાહ વધાર્યો છે જેથી સમગ્ર અબતક પરિવાર દર્શક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માને છે અને આ કાર્યક્રમ અવિરતપણે ચાલુ રહેશે તેવું વચન પણ આપે છે. લોકડાઉન બાદ પણ આ કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે જેમાં નવી-નવી પ્રતિભાવો અને જમાવટ કરી ગયેલા કલાકારો દર્શકોને ખુબ મનોરંજન પીરસશે.

‘ચાલને જીવી લઈએ’માં આજે સિલ્વર જયુબેલીનાં ૨૫માં એપિસોડમાં પ્રીતીબેન ભટ્ટ સંગીતના સુરો રેલાવશે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા બધા ગીતો બન્યા છે કે જેવો હજુ પણ લોકોને કંઠસ્થ છે પરંતુ કયાંક આપણે ગીતોને માણવાને અને સાંભળવાને ચુકી રહ્યા છીએ ત્યારે આજે વર્સેટાઈલ સિંગર પ્રીતિબેન ભટ્ટ ૧૯૪૦ થી ૨૦૨૦નાં દર દાયકાના સુપ્રસિઘ્ધ ગીતો સંભળાવશે. ખાસ તો આજે આપણે ૧૯૪૦માં ૧૯૬૦નાં દાયકામાં જેવોની આગવી ઓળખ હતી તેવા ઉમા દેવીના ગીતથી માંડી તેરે મસ્ત મસ્ત દો નૈન સુધીની સફર માણીશું. આજે આપણે ટિપીકલ સીગીંગ, કલબ સોંગ, ઘોડા ગાડી પેટર્ન, સેમી કલાસીકલ, ગઝલ, ફોક, સુફી, બોલીવુડ સાંભળીશું.

આજે પ્રીતિબેન ભટ્ટના ગીતોની જમાવટ

  • ગાયક:- પ્રીતિબેન ભટ્ટ
  • એન્કર:- જીજ્ઞા ગઢવી
  • કિ-બોર્ડ:- શૈલેષભાઈ પંડયા
  • ઓકટોપેડ:- ભાર્ગવભાઈ ઉમરાણીયા
  • તબલા:- ગીરીશભાઈ વાઘેલા
  • સંકલન:- મયુર બુઘ્ધદેવ, પ્રિત ગોસ્વામી

2 7

ફેસબુક અને યુ-ટયુબ ઉપર ૬.૭૦ લાખ લોકોએ કાર્યક્રમ માણ્યો

અબતકનાં ચાલને જીવી લઈએ કાર્યક્રમને શરૂઆતથી જ દર્શકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમનું દરરોજ અબતકનાં ફેસબુક પેજ અને યુ-ટયુબ ચેનલ ઉપર પ્રસારણ કરવામાં આવે છે જેને દરરોજ મોટી સંખ્યામાં લોકો ઘર બેસીને માણે છે. આ કાર્યક્રમને ફેસબુક અને યુ-ટયુબ ઉપર ૬,૭૦,૭૧૩ લોકોએ મન ભરીને માણ્યો છે. હજુ પણ દરરોજ નવા-નવા દર્શકો અબતક સાથે જોડાઈને આ કાર્યક્રમનો લ્હાવો લઈ રહ્યા છે.

આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો…

  • અફસાના લીખ રહી હું…
  • બાબુજી ધીરે ચલતા…
  • જાઈએ આપ કહા જાયેંગે…
  • તેરે મેરે મીલન કી રૈના…
  • લમ્બી જુદાઈ…
  • મોરની બાગામા…
  • ચોક પુરાવ…
  • ચાહુ મે યા ના…
  • તેરે મસ્ત મસ્ત દો નૈન…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.