Abtak Media Google News

મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સતાવાર જાહેરાત

આગામી બુધવારે “ભાઇબીજ” નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસમાં  માત્ર મહિલાઓ-સ્ત્રીઓ મફતમાં મુસાફરી કરી શકાશે.જ્યારે ભાઇઓ-પુરૂષ મુસાફરોએ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે.

મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા મ્યુનિ.. કમિશનર અમિત અરોરા તરફથી જાહેરાત કરવામાં આવેલ છે. તેમજ બહોળી સંખ્યામાં મહિલા-સ્ત્રી મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.