Abtak Media Google News

દેશી દારૂના ગુનામાં વાંરવાર ઝડપાતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા કરાઇ કડક કાર્યવાહી

રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા અને વારંવાર દારૂના ગુનામાં ઝડપાતા શખ્સોને તડીપાર કરવાની શરૂ કરેલી ઝુંબાશ અંતર્ગત શાપર-વેરાવળની પાંચ મહિલા સહિત છ દેશી દારૂના ધંધાર્થીઓને હદપાર કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના બુધ્ધનગર ઝુપડપટ્ટીમાં રહેતી ભાવનાબેન ધનજીભાઇ સોલંકી, શાપરના ફલોટેક કારખના પાસે રહેતી નાથીબેન અજલમભાઇ માલાણી, મીના કાસ્ટીંગ ગેઇટ પાસે રહેતી વાલીબેન તીખાભાઇ હાજાણી, જુના પાવર હાઉસ પાસે રહેતી ભારતીબા કિશોરસિંહ જાડેજા, રામીબેન હીરાભાઇ માલાણી અને લાખા કરમણ ચારણ દેશી દારૂના ગુનામાં અનેક વખત ઝડપાયા હતા.દારૂના ધંધાર્થીઓ પર અંકુશ લાવવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, એસીપી પી.એ.ઝાલા, એલસીબી પીઆઇ એ.આર.ગોહિલ અને શાપર પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એ.ગોહિલ સહિતના સ્ટાફે તમામને તડીપાર કરવા દરખાસ્ત તૈયાર કરી હતી.

પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી દરખાસ્ત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલે મંજુર કરી રાજકોટ શહેર, જિલ્લા અને અન્ય જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.