Abtak Media Google News
  • બપોરે 2:09 કલાકે રાજકોટથી 16 કિમી દૂર 2.9ની તીવ્રતા આંચકાનું કેન્દ્રબિદું સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું

રાજકોટ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમા પાંચ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.શાપર-વેરાવળ ઇન્ડ્રસ્ટીઝ એરિયામાં ભૂકંપના ઉપરાઉપરી પાંચ આંચકા આવતા કારખાનેદારોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો ત્યારે આજે ફરીવાર શાપર-વેરાવળમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને આ આંચકાની રાજકોટ સુધી ઝંણઝણાટી અનુભવાઈ હતી. અને તમામ લોકો ઘર-કારખાનાની બહાર નીકળી ગયા હતા.તો શું શાપરમાં મોટો ભૂકંપ આવી રહ્યો છે?

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે બપોરે 2:09 કલાકે રાજકોટથી 16 કિમી દૂર 2.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

ગઈકાલે કચ્છના ખાવડામાં પણ 3.5નો ભૂકંપ આવ્યો હતો. રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે આંચકાથી હજુ કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી.

જો કે રાજકોટમાં આવેલા બે આંચકાની તીવ્રતા બેથી ઉપરની હોય લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે હાલ કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

એકબાજુ અસહ્ય ગરમી બીજીબાજુ ભૂકંપની દહેશતથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, હાલ એપ્રિલ માસમાં ગુજરાતમાં 25થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજકોટમાં એપ્રિલ માસમાં પ્રથમવાર એકસાથે બે ભૂકંપના આંચકા  અનુભવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.