છ મનપાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન, હવે 23મીએ પરિણામની બધાને રાહ !

0
61

રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. આ છ મનપાની ચૂંટણીમાં 2200 ઉમેદવારોના ભાવી EVM મશીનમાં કેદ થયા છે. રાજ્યનો ચૂંટણી પર્વ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઇ ગયો છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે રાજ્યમાં સરેરાશ 41 ટકા મતદાન નોંધાયું છે જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછું મતદાન નોંધાતા તમામ પક્ષના નેતાઓમાં ચિંતાના વાદળો છવાઇ ગયા છે. ત્યારે આગામી 23 તારીખે જ ખબર પડશે કે મતદારોએ કઇ પાર્ટી પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સવારથી જ મતદાનની ટકાવારી ધીમી હતી. જોકે બપોર બાદ અચાનક ઉછાળો આવ્યો હતો. શહેરી વિસ્તારમાં લોકો બહાર ન નિકળ્યા. તમામ જગ્યાએ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું. ગત ચૂંટણીઓની સરખામણીએ ઓછું મતદાન થયું. 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. અમદાવાદમાં સૌથી ઓછું સરેરાશ 35 ટકા મતદાન અને સૌથી વધુ જામનગરમાં49 ટકા મતદાન નોંધાયું છે. આ સિવાય સુરતમાં 42 ટકા, રાજકોટમાં 45 ટકા, ભાવનગરમાં 44 ટકા,voting વડોદરામાં 45 ટકા સરેરાશ મતદાન થયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here