Abtak Media Google News

સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી: હવે ખમૈયા કરો મહારાજની પ્રાર્થના કરતા લોકો

 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી સર્વત્ર ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ વ‚ણદેવ જાણે મહાદેવનો જલાભિષેક કરી રહ્યા હોય તેમ વરસાદ ચાલુ થઈ ગયો છે. છેલ્લા ૧૦ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોય લોકો હવે ખમૈયા કરો મહારાજની આજીજી કરી રહ્યા છે.

ગત સપ્તાહે શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા હતા. રવિવારે એકંદરે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલ મોડીરાતથી ફરી શહેરમાં વરસાદ શ‚ થઈ ગયો છે. આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આકાશમાં કાળાદિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે. દિવસભર વરસાદ ચાલુ રહે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. રાજકોટમાં જ ચાલુ મોસમનો ૪૧ ઈંચથી વધુ વરસાદ વરસી જતા હવે લીલા દુષ્કાળનો ભય લોકોને સતાવી રહ્યો છે. સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટમાં નિચાણવાળા વિસ્તારોમાં હવે સામાન્ય વરસાદી ઝાપટામાં પણ પાણી ભરાઈ જાય છે. છેલ્લા ૧૦ દિવસથી શહેરમાં સતત વરસાદ ચાલુ હોય લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા રિતસર આજીજી કરી રહ્યા છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.