Abtak Media Google News

કપ્તાન સ્મીથ અને ઉપકપ્તાન વોર્નરને પદ પરથી હટાવાયા

આફ્રીકાએ ઓસ્ટ્રેલીયાને ૩૨૨ રનથી કચડ્યું

બોલ્ડ ટેમ્પરીંગ મામલામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસીએ) ઓસ્ટ્રેલીયાના કેપ્ટન સ્ટીવ સ્મીથ વાઈસ કેપ્ટન ડેવીડ વોર્નર અને ઓપનર કેમર બેનક્રોફટને દોષીત માન્યા છે. આ ત્રણેય ખેલાડીઓને દંડના ભાગરૂપે ૧-૧ મેચ ઉપર પ્રતિબંધ લગાવાયો છે. જો કે ઓસ્ટ્રેલીયન ખેલાડી પરનો આ દંડ અન્ય ઘટનાઓની સરખામણીમાં અપાયેલા દંડ કરતા મામુલી માનવામાં આવી રહ્યો છે.

Criસાઉથ આફ્રિકાની સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં આફ્રિકાનું પલડુ ઓસ્ટ્રેલીયા કરતા ભારે રહ્યું છે. પરિણામે શ્રેણીમાં પરાસ્ત વાની દહેશતે ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓએ બોલ સો છેડછાડ કરી હતી. ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયાને સાઉથ આફ્રિકાએ ૩૨૨ રની હરાવી દીધું હતું. આ ઘટના બાદ ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન મેલકમ ટર્બુલે પણ દુ:ખ વ્યકત કર્યું છે. તેમણે કહ્યું છે કે, અમારી ટીમ આ રીતે છેતરપિંડી કઈ રીતે કરી શકે. ક્રિકેટરો રોલ મોડલ છે. આ મામલે વિશ્ર્વાસ કરવો મુશ્કેલ છે. Warner Smith 2412Getty 875સ્મીથે પોતાના ઉપર લગાવવામાં આવેલા આરોપો અને બે સસ્પેન્શનની સજા સ્વીકારી લીધી છે. પરિણામે આગામી મેચમાં તે નહીં દેખાય સજાના ભાગરૂપે પોઈન્ટ આપવામાં આવ્યા છે.

ક્રિકેટ જગતમાંથી મળી વિગત મુજબ સાઉ આફ્રિકામાં રમાયેલી ચાર ટેસ્ટની સીરીઝની અંતિમ મેચમાં ટીમ પેનને સુકાની પદ સોંપવામાં આવ્યું છે. આ મામલાની તપાસ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના બે વરિષ્ઠ અધિકારીઓ લેન રોય અને પેટ હોવર્ડને તત્કાલ સાઉથ આફ્રિકા મોકલવામાં આવ્યા છે.

કેમરન બેનક્રોફટે સ્મી સો આરોપોને કબુલ કરી ષડયંત્રમાં ભાગીદારી હોવાનો સ્વીકાર કર્યો છે. હાલ બન્ને ઓસ્ટ્રેલીયન કેપ્ટન સ્ટીવ સ્મીથ અને ડેવીડ વોર્નરની આઈપીએલ કેપ્ટનશીપ પર પણ ભય તોળાઈ રહ્યો છે. પોઈન્ટના કારણે આઈસીસી ટેસ્ટ ક્રિકેટ રેન્કીંગમાં પ્રમ સને રહેલા સ્ટીવ સ્મીથનું સન નીચે આવી જાય તેવી ધારણા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.