Abtak Media Google News
  • તસ્કરોએ 2.10 લાખના દાગીનાની ચોરી કરી 

Jamnagar News : જામનગરમાં તસ્કરોનો તરખાટ આજે પણ યથાવત રહ્યો છે. દિવસેને દિવસે ચોરીની નત નવી ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં ગુરુવારે હાપા માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા ખેડૂતના મકાનમાં તસ્કરોએ ખાતર પાડયુ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રગતિમાન કર્યા છે.

તસ્કરોનો કહેર

સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી ચોરીના આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર એક દિવસ અગાઉ ફર્નિચરના શોરૂમને નિશાન બનાવ્યા બાદ આ વખતે તસ્કરોએ ખેડૂતના ઘરને નિશાન બનાવ્યું છે. હાપા માર્કેટીંગ યાર્ડ નજીક રહેતાં ધર્મેશભાઈ દેવશીભાઈ ચૌહાણ નામના ખેડૂતની ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યો ચોરે તેમના ઘરમાં દરવાજાનો લોક તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ચોરે ઘરમાં ખાખા-ખોળા કરી કુલ આઠ તોલા જેટલા સોનાની ચોરી કરી હતી. જેમાં ધર્મેશભાઈના બાપદાદાના વખતનો રૂા. ૩૭,૫૦૦ ની કિંમતનો જૂનો સોનાન એક હાર અને રૂા. પ૦૦૦ ની કિંમતની બે તોલાની લકી રૂા. ૫૦,૦૦૦ ની કિંમતની બે નંગ સોનાની ધંગડી, રૂા. ૧૨,૫૦૦ ની કિંમતની બે નંગ સોનાની વિંટી, રૂ.૪૦,૦૦૦ ની કિંમતનો એક તોલા સોનાનો ચેઈન, રૂા.૨૦,૦૦૦ ની કિંમતનું અડધા તોલાનું સોનાનું પેંડલ એક કુલ રૂા.૨,૧૦,૦૦૦ ની કિંમતના દાગીના ચોરી થયાનું હોવાનું કરિયાદમાં જણાવ્યું હતું.

પોલીસ કાર્યવાહી

ધર્મેશભાઇની ફરિયાદ બાદ પોલીસ કાફલો ચોરીના બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજની મદદ લઈ અજાણ્યા તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.