Abtak Media Google News

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ પાણી ચોરી અટકાવવા વોર્ડ વાઈઝ ચેકિંગ ટીમોની રચના કરી

હાલ રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારીત ઈ જવા પામી છે. ત્યારે પાણી ચોરી અટકાવવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા વોર્ડ વાઈઝ ચેકિંગ ટીમોની રચના કરવામાં આવી છે. જે અલગ અલગ વોર્ડમાં પાણી વિતરણના સમયે ‚બ‚ હાજર રહી પાણી ચોરી સહિતનું ચેકિંગ હા ધરશે. પાણીનો બગાડ કરનાર આસામીના નળ જોડાણ કપાત કરવા સહિતના આકરા પગલા લેવામાં આવશે.

Advertisement

શહેરના તમામ વોર્ડમાં ૭ અધિકારી અને કર્મચારીઓની ચેકિંગ ટીમ રચવામાં આવી છે. જેમાં ટીમ લીડર તરીકે અધિકારીને નિયુકત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં શહેરના તમામ વોર્ડમાં આ ચેકિંગ સ્કવોર્ડ પાણી ચોરી પકડવા ડાયરેકટ પમ્પીંગ અને ભુતિયા નળ કનેકશન પકડવા માટે ત્રાટકશે. પાણી ચોરી કરનાર સામે આકરા પગલા લેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાણીનો બગાડ કરતા માલુમ પડશે તો તેની પાસેી પ્રમ વખત ‚ા.૨૫૦ દંડ વસુલ કરવામાં આવશે. બીજી વખત પાણીનો બગાડ કરતો માલુમ પડશે તો તેની સામે નળ જોડાણ કપાત કરવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે.

ઈલેકટ્રીમ મોટર મુકી ડાયરેકટ પમ્પીંગના કિસ્સામાં આસામીની મોટર જપ્ત કરી ‚ા.૨૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે. જો આ ચાર્જની રકમ ચાર દિવસમાં ભરપાઈ નહીં કરે તો નળ જોડાણ કપાત કરવામાં આવશે. વહીવટી ચાર્જ ભર્યા બાદ આસામીને મોટર પરત કરવામાં આવશે. ભુતિયા નળ જોડાણ પકડાશે તો તેની પાસેી વહીવટી ચાર્જ વસુલી તેને નિયમીત કરવા માટે ‚ા.૩૦૦૦નો વધારાનો ચાર્જ વસુલ કરવામાં આવશે. જો બીજી વખત ભુતિયુ પકડાશે તો ૫૦૦૦નો દંડ વસુલ કરવામાં આવશે. શહેરના તમામ વોર્ડ માટે ચેકિંગ સ્કવોર્ડ રચના કરવામાં આવી છે. આટલું જ નહીં પાણીચોરીના કિસ્સા ધ્યાનમાં આવે તે અંગે ત્રણેય ઝોનના અધિકારીઓને મ્યુનિ.કમિશનરને રિપોર્ટ રજૂ કરવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં પાણી ચોરી પકડવા માટે કડક ઝુંબેશ હા ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.