Abtak Media Google News

ટુ ટયુબ પર 3.91 લાખ, ફેસબૂક પર 88.86 લાખ, ટ્વીટર પર 2.85 લાખ અને ઇસ્ટાગ્રામ પર 6.07 લાખ લોકોએ કર્યા દર્શન

મહાશિવરાત્રિના પાવન પર્વે એક લાખ ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા.  1.1 કરોડ લોકોએ ઓનલાઇનદર્શન કરી ધન્ય બન્યા હતા. જેમાં યુટ્યુબ પર 3.91 લાખ, ફેસબુક 88.86 લાખ, ટ્વીટર  પર 2.58 લાખ, ઇન્સ્ટાગ્રામ 6.07 લાખ ભક્તોએ દેશ વિદેશમાં ઘરબેઠા દર્શન કરી શિવકૃપા પ્રાપ્ત કરી હતી.

ભક્તો પૂજા અર્ચન કરી મહા શિવરાત્રિ પર્વે ધન્ય બન્યા હતા. મહાશિવરાત્રિ પર્વની  શુભ શરૂઆત  સોમનાથ ટ્રસ્ટના પરંપરાગત ધ્વજાપૂજન થી કરવામાં આવે છે. ધ્વજાપૂજા ટ્રસ્ટી  સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીના  હસ્તે કરવામાં આવી હતી. મહાપૂજા  સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની નોંધાયેલ હતી. દિવસ પર્યન્ત 36 ધ્વજાપૂજા, 20 તત્કાલ મહાપૂજા, 550 સંપુટ મહામૃત્યુંજય જાપ, 1547  મહામૃત્યુંજય  જાપ,  2156 રૂદ્રાભિષેક, 64 મહાપૂજા, 40 મહાદુગ્ધા અભિષેક, 548 બ્રાહ્મણ ભોજન, 213 નવગ્રહ જાપ,381 બિલ્વપૂજા સહીતની કુલ 6,398 પૂજા કરવામાં આવી હતી.  દિવસભર મહાનુભાવોમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્નિ  અંજલીબેન રૂપાણી, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, જીલ્લા કલેક્ટર  અજય પ્રકાશ, જીલ્લા પોલિસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, રાજકોટ કમિશ્નર  મનોજ અગ્રવાલ સહીતનાઓ એ સોમનાથ  મહાદેવના દર્શન કર્યા હતા. ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વિવિધ  સેવામંડળો દ્વારા પ્રસાદ વિતરણ ભંડારાની સેવા ટ્રસ્ટના સહયોગથી દિવસભર ચલાવવામાં આવી હતી, જેનો લાભ 73,000 જેટલા ભક્તોએ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.