Abtak Media Google News

‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન ધૈરવભાઇ શાહ, હર્ષિલભાઇ શાહ અને દમયંતિબેન મહેતા સહિતના આયોજકોએ આપી વિસ્તૃત વિગતો

નલીન એન્ટરપ્રાઇઝ, રાઇઝીંગ ઇન્ડીયા અને સ્વ. ગુણવંતરાઇ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આગામી 23મી એપ્રિલે બપોરે 2:00 કલાકેથી ગીતાંજલી હોલ, ભકિતનગર સર્કલ પાસે, ગીતા મંદિર સામે, રાજકોટ ખાતે કુકીંગ શો કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં ભાગ લેનાર દરેક વ્યકિતએ વાનગીઓ ઘરેથી બનાવીને લાવવાની રહેશે અને સ્થળ પર ફકત ગોઠવવાની રહેશે. આ સ્પર્ધા કુલ ચાર વિભાગમાં વહેંચાયેલી છે.

Advertisement

જેમાં એ ગ્રુપમાં ગરમ વાનગીઓ એટલે કે કાઠીયાવાડી, પંજાબી, ચાઇનીઝ વગેરે… બી ગ્રુપમાં ઠંડી વાનગીઓ જેમ કે કેક, મીઠાઇઓ, આઇસ્ક્રીમ, મીલ્ક શેઇક, થીક શેઇક, મોકટેલ વગેરે… સી ગ્રુપમાં સ્પોન્સર ચોઇસની વાનગીઓ રહેશે, ડી ગ્રુપમાં અન્ય કોઇપણ વાનગીઓ બનાવીને ભાગ લઇ શકાશે. જો ભાગ લેનારે સ્પોન્સર ચોઇસમાં ભાગ લીધો હશે તો તેમણે સ્પોન્સરની આઇટમનો ઉપયોગ કરી વાનગીઓ બનાવીને લાવવાની રહેશે સાથે સાથે સ્પોન્સરની પ્રોડકટ પણ ત્યાં બતાવવાની રહેશે. ભાગ લેનાર વ્યકિત એક કરતા વધુ ગ્રુપમાં અને એક કરતા વધુ વાનગી બનાવીને ભાગ લઇ શકશે પરંતુ આ માટે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે.

ભાગ લેનાર દરેક વ્યકિતએ સ્પર્ધાના દિવસે 15 મીનીટ પહેલા પોતાનું સ્થાન નિશ્ચીત કરી લેવાનું રહેશે. ડેકોરેશન, ટેસ્ટ, રેસીપી, પ્રશ્ર્ન-જવાબ, ન્યુટ્રીશન વેલ્યુ આ પાંચ મુદ્દાના આધારે જજીસ પોતાનો નિર્ણય નકકી કરશે. સમગ્ર સ્પર્ધામાં જજીસ અને આયોજકોનો નિર્ણય આખરી ગણવામાં આવશે તેમ ‘અબતક’ની મુલાકાત દરમિયાન આયોજકોએ જણાવ્યું હતું.

રાજકોટમાં કુકિંગ શો- કોમ્પીટીશનના મુખ્ય આયોજક ધૈરવભાઈ શાહને તેમની ટીમ દ્વારા લેવાયેલી અબતકની મુલાકાતમાં કુકિંગ કોમ્પિટિશન અને કુકિંગ શો અંગે વિસ્તૃત માહિતી સાથે ધૈરવભાઈ શાહે સૌરાષ્ટ્ર ગુજરાતની લોકોની રસોઈ અને ફૂડ અંગેની તાસીર અને રસોઈ સોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી સૌરાષ્ટ્ર- ગુજરાતના લોકો માટે સૌથી વધુ એન્ટરટેનમેન્ટ આનંદ અને મનોરંજન નો વિષય હોય તો તે ફૂડ છે ,લોકો ખાવા પીવાના શોખીન છે અને તેમની વિવિધ પસંદગીઓ છે ત્યારે લોકો વિવિધ  વાનગીઓ વચ્ચે ફસાઈ ગયા છે ત્યારે તમારા વર્ષના ફૂડ બિઝનેસના અનુભવોમાં કુકિંગ શો લોકોની રુચિ વિશે જણાવશો?

પ્રશ્ન:- લોકોનો સમય સાથે ટેસ્ટ પણ બદલતો હોય છે જાણે કે દિલ માંગે મોર તો આજે શું વધારે ચાલી રહ્યું છે તમારું ઓબ્ઝર્વેશન શું છે લોકોને અત્યારે શું વધારે પસંદ છે?

ધૈરવભાઈ શાહ: અત્યારે પબ્લિકનો ક્રેઝ ફ્યુઝન વાનગીઓ તરફ છે જેમ કે કાઠીયાવાડી સાથે અન્ય કોઈ રેસીપીને મિક્સ કરીને ફ્યુઝન વાનગી બનાવવામાં આવે છે જેમ કે ભાખરીના પીઝા” ભાખરી આપણી કાઠીયાવાડી વાનગી છે અને તેમાંથી પીઝા બનાવો એટલે કાઠીયાવાડી અને ઇટાલિયન વાનગી નું ફ્યુઝન કહેવાય આજે લોકો ડીલેટમાંથી નવી નવી વાનગી બનાવીને લઈ આવી રહ્યા છે અગાઉ પોસ્ટ બનતા અત્યારે ટોસ્ટના ફોર્મેટમાંથી ચુરમાના લાડવા બને છે આ ફ્યુઝન સામાન્ય પબ્લિકને ધ્યાન નહીં આવતું હોય પરંતુ જે ફૂડીઝ એક્સપેરિમેન્ટલ લોકો છે ત આ બાબતે અવલોકન કરે છે

પ્રશ્ન:- સીઝનમાં તો આપણી કમાલ છે ચીનમાં હજી લોકોને ખબર નથી અહીં આપણે ચાઈનીઝ ભેળ ખાઈએ છીએ… નવી ફૂડ માર્કેટમાં રો મટીરીયલ અને ઇન્ડિકેટેટ ની કેવી રીતે માર્કેટ ચાલે છે

ધૈરવભાઈ શાહ:  અગાઉ પરિસ્થિતિ હતી કે લોકો જાગૃત ન હતા આથી નવી પદાર્થ વસ્તુઓ ઈન્ટિગ્રેટ કેવી રીતે વાપરવા તે ખબર નહોતી અમુક ઈન્ટિગ્રેટ લોકલ લેવલે અવેલેબલ ન હતા આજે ઇન્ટરનેટ અને ઓનલાઇન માર્કેટમાં બધું ઉપલબ્ધ છે મહિલાઓ પોતાની રીતે ઘણું બધું શીખે છે ઈન્ટિગ્રેટ ઉપલબ્ધ છે એટલે જાગૃતિની સાથે સાથે વસ્તુ મળી જવાથી ઘણું નવું થાય છે

પ્રશ્ન:- કુકિંગ શો અને કુકિંગ કોમ્પ્યુટર બંનેનું કોમ્બિનેશન મા વાનગીઓ બતાવવામાં આવે છે અને સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા પણ થાય છે આ મેનેજમેન્ટ કેવી રીતે વધુ અસરકારક બનાવો છો?

ધૈરવભાઈ શાહ:  કુકિંગ શો એક બ્રાન્ડ લોગો છે, 2005 થી કુકિંગ શો સાથે કુકિંગ કોમ્પિટિશન અલગ અલગ સેન્ટરમાં કરી રહ્યો છું જુદા જુદા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છું 2005 થી મેં કુકિંગ કોમ્પ્યુટર શરૂ કરી છે જેમાં અલગ અલગ ચાર વર્ગમાં અમે સ્પર્ધા કરીએ છીએ એ ગ્રુપમાં ગરમ આઈટમ કાઠીયાવાડી પંજાબી ચાઈનીઝ બી ગ્રુપમાં ઠંડી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે મીઠાઈ કોલ્ડ્રીંક્સ વગેરે સી ગ્રુપમાં સ્પોન્સર આધારિત વાનગીઓ સામેલ કરવામાં આવે છે જેમાં સ્પોન્સર્સની વાનગી , ડી તમામ માટે ખુલ્લું રાખ્યું છ જેમાં દરેકને પોતાની રીતે પાયત વસ્તુ મૂકવાની છૂટ હોય છે જેમાં કોઈ મર્યાદા હોતી નથી

ચારે ગ્રુપમાં ચાર-ચારી નામો આપવામાં આવે છે આમ 16 ઇનામો અપાય છે અને બ્રાન્ડ ઇનામ સહિત 17 ઇનામો આપવામાં આવે છે

પ્રશ્ન:- તમારી  કોમ્પિટિશન ની વાનગીઓ અને બનાવનારાઓને ફુડ શોપ વાળા ક્યારેય હાયર કરે છે એવું બને છે?

ધૈરવભાઈ શાહ: સો ટકા એવું થાય છે ઘણા પ્રગતિશીલ રેસ્ટોરન્ટ વાળા અમારી પાસે આવે છે અને વિનર લોકોની રેસીપી શેર કરવાનો આગ્રહ કરે છે ઘણા કેટર પણ આવે છે અને અમારી વાનગી જોવાનો આગ્રહ રાખે છે આનાથી સમાજને લાભ થાય છે અને કોઈ હુન્નર એક પૂરતું મર્યાદિત નહીં પરંતુ સમાજમાં મોટાપાયે તેનો ઉપયોગ થાય તેવું આગ્રહ અમે રાખીએ છીએ. અમે લોકલ લેવલના સ્પોન્સર ને વધારે પ્રોત્સાહન આપીએ છીએ. લોકલ વેપારી કંપનીઓને પ્રમોશન કરવાનું અમારો વધારે આગ્રહ રહેશે જેનાથી કરીને તેઓને ભવિષ્યમાં વ્યવસાય વિસ્તારની તક મળે અને એના અમે નિમિત બની શકીએ

પ્રશ્ન:- આ કુકિંગ સો અને કોમ્પિટિશનમાં કેટલા લોકો આવશે તમારી શું અપેક્ષા છે?

ધૈરવભાઈ શાહ: એક્સપેક્ટેશન કરવામાં તો અમારી હાલત ખરાબ છે એટલી બધી ઇન્કવાયરી આવે છે કે સમાવેશ કરવો અઘરો છે અમે સવાસો એન્ટ્રી ને ન્યાય આપવાની તૈયારી કરી છે સવાસો પછી અમારે રજીસ્ટ્રેશન બંધ કરવાની ફરજ પડશે રાજકોટ સિવાય ભારતીય એન્ટ્રી આવે છે ગયા વર્ષે બરોડા થી ચાર અને સુરત થી નવું વ્યક્તિઓએ ભાગ લીધો હતો આ વખતે પણ બહાર ગામની એન્ટ્રીઓ મળી છે

પ્રશ્ન:- લોકલ ઓડિયન્સ આમ લોકોને સ્પર્ધા જોવી હોય તો વ્યવસ્થા છે?

ધૈરવભાઈ શાહ: અમે ત્રાહિત લોકોને જોવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રાખ્યું છે કારણ કે અહીં મહિલાઓ પાર્ટિસિપેટ હોય વ્યવસ્થા જાળવવા અમારે રજીસ્ટ્રેશન કરવું જોઈએ

રજીસ્ટ્રેશન કરાવી કાઉન્ટર પર વેરિફિકેશન કરાવી અને એન્ટ્રી લઈ શકશે

પ્રશ્ર્ન:- જાહેર જનતાને તમે કેવા ભાવથી આમંત્રણ આપશો?

ધૈરવભાઈ શાહ: હું ભૈરવ શાહ અબ તકના માધ્યમથી દરેક રસોઈ પ્રિય નાગરિકોને આમંત્રણ આપું છું કે તારીખ 23 4/2023 ના રોજ ગીતાંજલિ હોલ ભક્તિનગર સર્કલ પાસે કુકિંગ કોમ્પિટિશનમાં આવવાનું લાગણીથી આમંત્રણ આપું છું કે આવીને સૌ આનંદ માણો

પ્રશ્ન:-  આપની ટીમ વિશે શું કહો છો? 100 માટે તમારી મહેનત વિશે થોડું જણાવશો?

ધૈરવભાઈ શાહ: ટીમ વગર કોઈ કામ શક્ય નથી કુકિંગ કોમ્પિટિશન માટે અમારી 25 ની ટીમ પોતપોતાની જવાબદારીથી કામ ઉપાડી લીધું છે ભાઈઓ અને બહેનો પોતપોતાની જવાબદારીથી કામ કરે છે કેટલાક કામો ભાઈઓ અને કેટલાક કામો પર્ટિક્યુલરી બહેનોને સોપિયા છે કોઈ મીડિયા કવરેજ જોવે કોઈ લોક સંપર્ક માટે કોઈને સ્પોન્સર ની જવાબદારી કોઈ વેન્યુ નક્કી કરે છે દરેક પોતાના રીતે કામ કરે છે અમારું અંદરનું સંકલન સંપૂર્ણ પારિવારિક છે

પ્રશ્ન:- રસોઈ શોમાં સમયની અવધી ખરી?

ધૈરવભાઈ શાહ: 23 તારીખ રવિવારે બપોરે 2:00 વાગે કોમ્પિટિશન નું આયોજન કર્યું છે કોમ્પિટિશનમાં આઠ જજ ની નિમણૂક કરી છે સો એન્ટ્રીને કવર કરવા માટે આઠ જજ ની જરૂર પડે છે અને અલગ અલગ પેરામીટર થી માર્ક આપવાના હોય છે અને પારદર્શકતા રાખવામાં આવે છે. કોઈપણ રોગ વાપરવાની કોશિશ કરે છે તો તે સ્પર્ધકને અમે સ્થળ પર જ રદ દાખલ કરીએ છીએ જેનાથી કોઈને અન્યાય ન થાય જજ માં કોણ છે તે અમે છેલ્લે સુધી સસ્પેન્સ રાખીએ છીએ મને પણ ખબર હોતી નથી કે કોણ જજીસ તરીકે આવશે

પ્રશ્ન:- ગયા વર્ષની કોમ્પિટિશન માં કયા કયા ઉમરના સ્પર્ધકો હતા?

ધૈરવભાઈ શાહ કયા વર્ષે અમારી કોમ્પિટિશન  નાનામાં નાના સ્પર્ધકની ઉંમર આઠ વર્ષની હતી અને મોટા સ્પર્ધકની ઉંમર 76 વર્ષની હતી અમે નાના બાળકોને ખૂબ પ્રોત્સાહન આપીએ છીએ.

આ સમગ્ર સ્પર્ધા એ.સી. હોલમાં યોજેલ છે. સ્પર્ધાના દિવસે પ્રોફેશ્નલ ફોટોગ્રાફર દ્વારા બધાને ફોટા પાડી આપવામાં આવશે. તદ્દઉપરાંત સ્પર્ધાના દિવસે ઠંડા પાણી અને ઠંડા પીણાની સાથે સાથે સ્નેકસની પણ વ્યવસ્થા સ્પોન્સર દ્વારા કરવામાં આવેલી છે. કોરોનાની ગાઇડ લાઇનનું દરેક વ્યકિતએ પાલન કરવાનું રહેશે એ માટે સ્થળ પર બધાને સેનીટાઇઝરની બોટલ આપવામાં આવશે.

આ સંપૂર્ણ આયોજનમાં ધૈરવભાઇ શાહ, હર્ષિલભાઇ શાહ, શ્રીમતિ દમયંતિબેન મહેતાની સાથે ટીમ મેમ્બર્સ શ્રીમતિ ભૂમિકાબેન શાહ, ભાવિબેન મોદી, અનીતાબેન બલવાણી, ભૂમિબેન અઘારા, માધવીબેન જોગીયા, મિત્તલબેન ગાઠાણી, સાક્ષીબેન મોદી, જયોતીબેન સેતા, જીજ્ઞાબેન વોરા, રીયાબેન લોલીયાણી, પરાગભાઈ લોલારીયા, રવીભાઈ સુરાણી, પૂર્વિશભાઈ વડગામા વગેરે જહેમત ઉઠાવી રહયા છે. વધુ વિગત માટે મો. નં. 98251 58485, 0281 2223ર07 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.