Abtak Media Google News

બિપરજોય વાવાઝોડાના કારણે તારીખમાં ફેરફાર: 17મી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે

બિપરજોય  વાવાઝોડાની અસરના કારણે સાંસદ યોગ સ્પર્ધા જે આવતીકાલે  15જૂનના રોજ યોજવાની હતી જે હવે  18મી જૂનના રોજ યોજાશે.

ગુજરાતભરમાં  21મી જુને  નવમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. જે નિમિત્તે રાજકોટમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી,  દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયાના માર્ગદર્શન હેઠળ સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરાયું છે. રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લાના કિશોર વયથી વયોવૃદ્ધ યોગસાધકો માટે તા. 15 જુનના રોજ સ્પર્ધા યોજાવાની હતી. પરંતુ આ સ્પર્ધા બિપરજોય વાવાઝોડાની સંભાવનાના પગલે હવે 18 જુનના રોજ યોજવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે  17 જુનના રોજ સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, 7/3, બહુમાળી ભવન, રેસકોર્ષ, રાજકોટ ખાતે જમા કરાવવાના રહેશે.

આ યોગ સ્પર્ધામાં ગ્રુપ ’એ’માં 9થી 19 વર્ષ, ગ્રુપ ’બી’માં 20થી 35 વર્ષ, ગ્રુપ ’સી’માં 36થી 60 વર્ષ અને ગ્રુપ ’ડી’માં 60 વર્ષથી વધુ વયના લોકો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેનારે નિયત કરેલા આસનો રજૂ કરવાના રહેશે. શેડ્યુઅલ ’એ’થી શેડ્યુઅલ ’ઈ’ પ્રમાણે કુલ 60 ગુણની સ્પર્ધા રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના મો.નં. 92763 06334,   નયનભાઈ સોલંકી મો.નં. 63518 26432 અથવા શ્રી સોહમસિંહ રાયઝાદા મો.નં. 95100 00086 પર સંપર્ક કરી શકાશે,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.