Abtak Media Google News

જે લોકોને ખગોળીય ઘટનાઓમાં ખૂબ રૂચિ છે, તેમના માટે ઓક્ટોબર મહીનો ખૂબ ખાસ રહેવાનો છે. કારણકે, 2 સપ્તાહની અંદર જ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બંનેના નજારા જોઇ શકાશે.

Advertisement

28 ઓક્ટોબર, 2023ના રોજ દેખાશે ચંદ્ર ગ્રહણ

આપને જણાવી દઇએ કે, સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર, 2023ના રોજ અને ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબર, 2023ના રોજ લાગશે. 14 ઓક્ટોબરરના રોજ આ વર્ષની છેલ્લી શનિ અમાસ છે. ઉલ્લેખનીય છે કે, આ દિવસે જ પિતૃ અમાસ પણ છે. તો ચાલો જાણીએ કે શનિ અમાસના પ્રકોપની અસર કેવી રહેશે અને સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે કે કેમ.? હિંદુ ધર્મમાં અમાસનો દિવસ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. કારણ કે આ દિવસને વિવિધ પૂજા અને ઉપાયો માટે એકદમ ઉપયોગી માનવામાં આવે છે.

આ દિવસ અંતિમ શ્રાદ્ધ પણ છે. તેથી આ દિવસને કાલસર્પ દોષ દૂર કરવા માટે પણ સારો માનવામાં આવે છે. યુએસએના મોટાભાગના વિસ્તારોમાં સૂર્યગ્રહણ દેખાશે.કંકણાકૃતિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે પરંતુ, તે ભારતીય સમય પ્રમાણે આવતીકાલ તા.14ની રાત્રે 8-33 વાગ્યે શરૂ થઈ અંગ્રેજી તારીખ મૂજબ તા. 16ની રાત્રે 1-25 વાગ્યા સુધી રહેશે પરંતુ, રાત્રિના સમયે હોવાથી ભારતમાં તે દેખાશે નહીં અને પરંપરામૂજબ ઘણા લોકો આ ગ્રહણ પાળવા નથી.

શું ભારતમાં દેખાશે આ સૂર્ય ગ્રહણ?

13 ઓક્ટોબર, 2023ના રોજ રાત્રે 9.50 પર શનિ અમાસ શરૂ થશે અને 14 ઓક્ટોબરના રોજ 11:24 વાગ્યે પૂર્ણ થશે. સૌપ્રથમ અમાસ પર સૂર્ય ગ્રહણ સંયોગ બનશે અને આ વખતે તે ભારતમાં જોઇ શકાશે નહીં. પરંતુ વિદેશમાં આ સૂર્ય ગ્રહણને જોઇ શકાશે. આ સૂર્ય ગ્રહણને રિંગ ઓફ ફાયર કહેવામાં આવશે. ભારત અને અન્ય દેશના લોકો આ સૂર્ય ગ્રહણને નાસાની યૂટ્યુબ ચેનલ પરથી લાઇવ નિહાળી શકશે. જે 14 ઓક્ટોબરના રોજ સાંજે 4.34 મિનિટે શરૂ થશે અને મોડી રાત્રે 2.25 કલાકે પૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.