Abtak Media Google News

પાયલ મેટરનીટી હોમ અને કામિની ગર્ભ સંસ્કારના સંચાલિકા ડો.પ્રતિક્ષા દેસાઈએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, અહીં બહેનોને લગતી તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. અમારી હોસ્પિટલમાં મોડયુલર ઓપરેશન થીયેટર છે કે જેમાં કોઈપણ પ્રકારના નાનામાં નાના જંતુ પણ પ્રવેશી શકતા નથી. જેથી કોઈપણ ઓપરેશનમાં ઈન્ફેકશન થવાની શકયતા નહીવત રહે છે. ક્રિટીકલ પ્રેગનેન્સી કેસ હોય એવા કેસમાં દર્દીનું બીપી વધી જાય, ડિલીવરી કે સીઝીરીયન કરવું જોખમી હોય ત્યારે આવું એડવાન્સ સિસ્ટમવાળુ ઓપરેશન થીયેટર જીવનદાનરૂપ સાબિત થાય છે. અમારે ત્યાં ત્રીજી ડિલેવરીવાળુ એક પેશન્ટ તાજેતરમાં આવ્યું હતું. તેમને બીપીને કારણે બ્લડીંગ થતું હતું. પ્રાથમિક સારવારમાં કશો ફાયદો થયો નથી પછી તેમની ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીનું હૃદય પણ બંધ થઈ ગયું છે પરંતુ અમારી ડોકટરની ટીમની મહેનત અને શ્રેષ્ઠકક્ષાના ઓપરેશન થીયેટરને કારણે આ દર્દીના હૃદયને ધબકતું કરવામાં સફળતા મળી અને તેને જીવનદાન આપી શકાયું તેમ ડો.દેસાઈએ ઉમેર્યું હતું.

Advertisement

અમારી આખી ટીમ સાથે મળીને કામ કરતા હોઈએ ત્યારે કોઈ કેસ અઘરો લાગતો નથી અને ટીમવર્કના કારણે અઘરો કેસ એકદમ સહેલો થઈ જાય છે. પ્રેગનેન્સીમાં બાળકમાં કોઈ ખોડખાપણ છે કે નહીં તે માટે શોનોગ્રાફીની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે તેમ જણાવીને ડો.દેસાઈએ ઉમેર્યું હતું કે, અમારી હોીસ્પટલમાં એક આયુર્વેદિક સેન્ટર પણ રાખવામાં આવ્યું છે. જેમાં પ્રેગનેન્ટ પ્લાનીંગ કરતા દંપતિઓ અને ગર્ભ સંસ્કાર કરવા માંગતા દંપતીઓ માટે ત્યાં નિષ્ણાંત ડોકટરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. આયુર્વેદિક પઘ્ધતિથી સ્ત્રીઓને લગતી તમામ સારવાર આપવામાં આવે છે. ટુંકમાં અહીં બહેનોને લગતા કોઈપણ પ્રોબ્લેમ તકલીફની સારવાર અહીં કરવામાં આવે છે. અહીં ૨૪ કલાક સારવાર આપવામાં આવે છે તેમ જણાવીને ડો.દેસાઈએ ઉમેર્યું હતું કે, સારવાર ઉપરાંત અમે સામાજીક જાગૃતિ માટેના બહેનો માટેના સેમિનાર અમારી હોસ્પિટલમાં આપવામાં આવે છે.

અમારા કામિની ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ઉત્તમ ગુણવતાયુકત, સંસ્કારી બાળકની પ્રાપ્તિ માટેની માહિતી, માર્ગદર્શન અને સારવાર આપવા ગર્ભ સંસ્કાર કરવામાં આવે છે. જયારે મહિલાઓના વજન વધારવા કે ઘટાડવા માટે સંપૂર્ણ વૈજ્ઞાનિક પઘ્ધતિથી સારવાર આપવા પંચકર્મ જેવી આયુર્વેદિક સારવાર અને ન્યુટ્રીશ થેરાપી વગેરે માટે ઓબેસીટી કેર કરવામાં આવે છે. તેમ જણાવીને ડો.દેસાઈએ ઉમેર્યું હતું કે, બાળકો માટે સુવર્ણ પ્રાશન, જાત કર્મ, પ્રેગનન્સી પછી માતાની તંદુરસ્તી માટે સુનિકા પરીચર્યા, પ્રેગનન્સી પછી કમરના દુ:ખાવો, થાક લાગવો અને સ્કીમની સમસ્યા માટે આયુર્વેદિક સારવાર આપવામાં આવે છે.

ઉપરાંત શરીરમાંથી ઝેરી તત્વો દુર કરવા શરીરને નિરોગી, તંદુરસ્ત અને ઉર્જાવાન બનાવવા માટે પંચકર્મ, આયુર્વેદિક મસાજ, સ્ટીમ બાથ વગેરે દ્વારા ડી-ટોકસીફીકેશનની સારવાર કામિની ગર્ભ સંસ્કારમાં ઉપલબ્ધ છે તેમ જણાવીને ડો.પ્રતિક્ષા દેસાઈએ ઉમેર્યું હતું કે, અમારા કેન્દ્રમાં મારા ઉપરાંત ડો.સંજય દેસાઈ, ડો.અમિત અકબરી, ડો.પલ્લવી કેલેવાડ, ડો.સ્વસ્તિક શંખાલા, ડો.કરિશ્મા નારવાણી, ડો.મિત પરસાણીયા, ડો.એકતા પટેલ જેવા ક્ધસલ્ટીંગ ડોકટરની ટીમ અને વેલ કવોલીફાઈડ નર્સીંગ સ્ટાફની સેવાઓ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.