Abtak Media Google News

‘તલવાર કરતાં કલમમાં વધુ તાકાત છે.’ – આ ઉક્તિ સર્વસામાન્ય સત્ય છે.

વિશ્વની કેટલીક વ્યક્તિઓના વિચારો અને લેખોએ સમાજમાં સામાજિક પરિવર્તન અને ક્રાંતિ લાવવાનો માર્ગ સરળ બનાવ્યો હતો. તેમણે માનવ-ઇતિહાસની ગતિવિધિમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. એ મહાન વિચારકોને તેમના જીવનકાળ દરમિયાન ઘણું સહન કરવું પડ્યું હતું. અને તેમાંના કેટલાકને જીવનનું બલિદાન પણ આપવું પડ્યું હતું. આમ છતાં, તેમણે ફક્ત તેમના દેશવાસીઓ માટે જ નહિં પરંતુ સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી કાર્યો કર્યા છે.

૧. સોક્રેટિસ :

Sockrates
sockrates

સોક્રેટિસ ગ્રીક ચિંતક અને તત્વજ્ઞાની હતા. તેમના વિચારો અને કાર્યપધ્ધતિનો પશ્ર્ચિમી તત્વજ્ઞાન પર ખૂબ પ્રભાવ હતો. કમનસીબે તેમના દેશના શાસકોએ તેમને ઝેરનો પ્યાલો પીવાની સજા કરી. મહાન તત્વચિંતક પ્લેટો તેમના શિષ્ય હતા.

૨. પ્લેટો :

149188 004 7D1Ad672 2પ્લેટોનું મૂળ નામ એરિસ્ટોકલ્સ હતું. તે ગ્રીક તત્વચિંતક અને અધ્યાપક હતા. તેઓ એરિસ્ટોટલના ગુરુ હતા. ‘ધ રિપબ્લિક’ એ પ્લેટોની ઉત્તમ કૃતિ છે.

૩. કાર્લ માર્ક્સ :

World Historyકાર્લ માર્કસ જર્મન તત્વજ્ઞાની અને ક્રાંતિકારી વિચારક હતા. તેમના મૂડી અંગેના વિચારો તેમના પુસ્તક ‘ડાસ કાપિટાલ(Das Kapital)માં રજૂ યા છે. તેઓ બે મહાન સમાજવાદ અને ક્રાંતિકારી સામ્યવાદના પ્રણેતા હતાં.

૪. આર્યભટ્ટ :

Dcd55B08Aea3Cd8Fc202309660Ee071Fઆર્યભટ્ટ ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમણે સૌ પ્રમ જણાવ્યું હતું કે, પૃથ્વી તેની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તા તેને લીધે દિવસ અને રાત્રિ થાય છે. તેઓ પૃથ્વીની ઝડપ નક્કી કરનાર પ્રમ ખગોળશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટીય નામનો ગ્રંથ લખ્યો છે. ભારતના સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ (આર્યભટ્ટ)નું નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.