Abtak Media Google News

મોટી વ્યકિત કોઠા સુઝ વાળી હોય તો વાતનું અર્થઘટન સારુ કરે!

ફોજદાર જયદેવની આ એક વર્ષમાં ત્રીજી બદલી હતી જીલ્લા પોલીસ અધિક્ષકે જયદેવને કહ્યું આવી ગયા ? કાંઈ વાંધો નહિ બીજી વ્યવસ્થા થઈ જશે. જયદેવે એક અઠવાડીયુ જામટાવર કચેરી અને સીટી ગેસ્ટ હાઉસ કરણપરામાં પસાર કર્યું. ત્યાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનનાં એડીશ્નલ ફોજદાર રાઠોડ નિવૃત થતા જયદેવનો ફરી પોસ્ટીગ હુકમ તેમની જગ્યાએ થયો અને જયદેવ જેતપૂર હાજર થઈ ગયો.

જેતપૂર શહેર પણ ભાદર નદીનાં કાંઠે વસેલુ જુની ઢબનું કાઠી સ્ટેટનું નવાગઢ સાથેનું ટીવ ટાઉન છે. ખેતી તો સમૃધ્ધ હતી જ પરંતુ જેતપૂરનો સાડી પ્રિન્ટીંગનો ઉદ્યોગ સમગ્ર ભારતમાં અગ્રેસર હતો. જેતપૂર મીની દુબઈ કહેવાતું. જેતપૂરની વસ્તી અંગે એમ કહેવાતું કે રાતની લાખની દિવસની દોઢ લાખની વસ્તી કેમકે સાડીના કારખાનામાં મજૂરો આજુબાજુનાં ગામો નગરોમાંથી આવતા અને બે જગ્યાએ મજૂરના હાટ પણ ભરાતા ત્યાંથી કારખાનેદારો મજૂરોને ભાવતાલ કરીને લઈ જતા અને સાડી ઉદ્યોગને કારણે બીજા ધંધાઓ પણ ખૂબ વિકસ્યા હતા ચાર સીનેમા હોલ પણ હતા.

જયદેવ જયારે ધોરાજી હતો ત્યારે તેના મિત્ર ફોજદાર રાણા જેતપૂર હતા. તેથી તેને વારંવાર જેતપુર જવાનું થતું અને જેતપુરના રાણાના મીત્રોથી પણ પરિચિત હતો. જેતપુરનાં રેગ્યુલર ફોજદાર આમસા પણ જયદેવને ઓળખતા હતા. મિત્રના મિત્ર એટલે મિત્ર અને દુશ્મનના મિત્ર એટલે દુશ્મન’ એ ન્યાયે રાણાના મિત્રો જયદેવના મિત્રો થયા અને રાણા અને આમસા ને મનમેળ નહતો તેથી આમસાએ શ‚થી જ જયદેવથી અંતર રાખ્યું તે રીતે જયદેવે પણ સંપર્ક મર્યાદીત રાખ્યો. જેતપુરમાં રાણાની ઈમેજ સારી હતી. તેનું વર્તુળ સા‚ હતુ તેજ પ્રમાણે જયદેવની ગોઠવણ થઈ ગઈ. અને તે રીતે રાણાના જે અંગત કર્મચારીઓ હતા. તે જયદેવ સાથે ગોઠવાઈ ગયા.

એક દિવસ સવારના સાડા અગીયારેક વાગ્યે જયદેવ પોલીસ સ્ટેશનમાં હાજર હતો. જમાદાર પાટીલ ચાર્જમાં હતા અને કોઈકનો ફોન આવ્યો આથી પાટીલે જયદેવને કહ્યું કે કણકીઆ પ્લોટમાં આવેલ જસ્મીન સીનેમા ઉપર માથાભારે શખ્સ ભનો ઉર્ફે ભડકો દા‚પીને મારામારી કરે છે. અને સીનેમાની ટીકીટોના કાળાબજાર કરે છે. આથી જયદેવે જસ્મીન સીનેમા ઉપર જવા માટે કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ અને દીલાવર ખાનને સાથે લીધા દિલાવરે જયદેવને કહ્યું કે આ ભડકો દા‚ડીયો છે માથાભારે છે વળી પાછો બોડી બીલ્ડર પણ છે તે માજી ધારાસભ્યના ઘરનો ડ્રાઈવર છે. આથી સામાન્ય રીતે ભડકાને કોઈ પોલીસ કે અધિકારી ખાસ વતાવતા નથી જેથી જરા ખ્યાલ રાખીને કામ લેવું, જયદેવે કહ્યું તોફાને ચડેલા ગુનેગારોને હાથ તો ન જ જોડાયને? ફરી વખત કાયદો હાથમાં ન લે તેવો દાખલો બેસવો જોઈએ. અને ત્રણે જણા મોટર સાયકલો લઈ જસ્મીન સીનેમા ઉપર ઉપડયા.

એક સાથે ત્રણ મોટર સાયકલ સિનેમા ઉપર આવતા કાળાબજારીયા અને ગુનેગારોમાં નાસભાગ થઈ, પરંતુ ફક્ત એક ભડકો જ મગ‚રીથી ઉભો હતો. જયદેવે તેની પાસે જતા જ દા‚ની દુર્ગંધ આવતી હોય, તેના ખીસ્સામાં તપાસ કરતા પચ્ચીસ જેટલી ચાલુ શોની ટીકીટો હતી જે કબ્જે કરી લીધી અને ક્રિપાલસિંહ તથા દીલાવરને આ ભડકાને પોલીસ સ્ટેશન લઈ જવા જણાવ્યું પરંતુ જસ્મીન સીનેમા અને કણકીયા પ્લોટ ભડકાનું પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર હતો. અને જો પોલીસ અત્યારે જ લઈ જાય તો તેનું હલકુ ગણાય તેથી તેણે રીક્ષામાં બેસવા આનાકાની કરી દીલાવર ખાને પ્રથમ સમજાવ્યો કે ભૂંડી હાલત થશે બેસી જા. પરંતુ ભડકો બેઠો નહિ અને જયદેવે ભડકાની સર્વીસ બરાબર ચાલુ કરી. દીલાવર અને ક્રીપાલસિંહે પણ સરભરા કરી અને ઉંચકીને રીક્ષામાં નાખી પોલીસ સ્ટેશન લઈ ગયા. કાયદેસરની કાર્યવાહી થઈ કાળાબજાર અને દા‚ની ફરિયાદો દાખલ થઈ.

પરંતુ જેતપુર આખામાં ડોન સલીમ જેલમા ગયા પછી ભડકાના નામનું સામ્રાજય હતુ. અને તેની પાલી બરાબર ચાલતી હતી પરંતુ આજે જયદેવ અને તેની ટીમે ભડકાના સીન વિંખી નાખ્યા અને સમગ્ર શહેરમા તેની વાતો થતી હતી. આ બાજુ ઓછુ ભણેલા તેની જ્ઞાતીનાં લોકોમાં આવા માથાભારે ગુનેગાર હોવું તે પ્રતિષ્ઠા ગણાતી હોય. ભડકાની જ્ઞાતીનાં આગેવાનો આ પ્રતિષ્ઠાહાની થઈ હોય પોલીસ સ્ટેશને આમસા પાસે પહોચ્યા, ત્યાં સી.પી.આઈ. ઝાલા પણ હાજર હતા. આગેવાનોએ પોલીસ વિ‚ધ્ધ રજુઆત કરી આથી ઝાલાએ કહ્યું એવું શું સા‚ સમાજ સેવાનું કામ ભડકાએ કર્યું છે કે પોલીસ તેની આરતી ઉતારે? સમાજના રક્ષણ માટે પોલીસ છે અને જે પોલીસ કેસ કર્યા છે તે બરાબર છે. આમસાની ઈચ્છા જયદેવ વિ‚ધ્ધ કાંઈક કાર્યવાહી થાય તેવી હતી. પરંતુ સી પી આઈ ઝાલાએ વાત ઉપર પાણી ફેરવી દીધું.

સમગ્ર શહેરમાં ચર્ચા હતી કે માજી ધારાસભ્યના ડ્રાઈવર કમ કણકીયા પ્લોટના ‘દાદા’ ભડકાનાં પોલીસે સીન વિંખી નાખ્યા. સાંજના જયદેવના મિત્ર વજુ ધડુકનો ફોન આવ્યો કે ટાઈમ હોય ત્યારે કણકીયા પ્લોટમાં નવદુર્ગા ગેરેજ ઉપર આવજો એટલે જયદેવે કહ્યું થોડીવારમાં જ આવું છું જયદેવ ગેરેજ ઉપર પહોચ્યો ત્યારે માજી ધારાસભ્યનો પુત્ર રાહુલ પટેલ વજુ સાથે બેઠો હતો અને જયદેવ ત્યાં પહોચ્યો એટલે તેની સાથે હાથ મેળવી રાહુલે કહ્યું દાદાના સીન વિંખી નાખ્યા એમને? પરંતુ જયદેવને ખબર હતી કે ભડકો રાહુલના ઘરનો ડ્રાઈવર હતો તેથી કહ્યું કે તે સમયે બીજો કોઈ ઉપાય પણ ન હતો. આથી રાહુલે જયદેવને ક્હ્યું કે મારા મમ્મી તમને જોવા માગે છે. એટલે મારે ઘેર ચાલો આથી હસીને જયદેવે કહ્યું તમારા મમ્મી મારે મમ્મી જેવા જ ગણાય પણ તેમને કહેશો આજે નહિ આવતી કાલે હું આવીશ. અને મમ્મીને કહેશો પોલીસ અધિકારી તરીકે માન ભેર વાતચીત થાય તો સા‚ આથી રાહુલે કહ્યું ના-ના સાહેબ એવું નથી તમને ખાલી જોવા જ છે. આથી જયદેવ ને નવાઈ લાગી.

બીજે દિવસે જયદેવ અને તેનો મિત્ર વજુ ધડુક બંને તિનબતી ચોકમાં રાહુલના ઘેર ગયા રાહુલે બંને ને આવકારીને ઓફીસમાં બેસાડયા થોડીવારે રાહુલના મમ્મી આવતા જયદેવે હાથ જોડી જય માતાજી કહ્યા માજીએ પણ જય માતાજી કહ્યા. અને કહ્યું કયાં છે ફોજદાર? જયદેવ કહે હું જ ફોજદાર છું. અને હસીને માજી બોલી ઉઠ્યા ‘આ છોકરા જેવા ફોજદારે ભડકાને ઉતરડી નાખ્યો? વાહ! શાબાશ. પરંતુ દિકરા ખુબ આકરી સર્વિસ કરી છે’ અને ફળીયામાં રહેલ ભડકાને ઓફીસમાં લાવી તેનું શર્ટ ઉંચકાવી વાંસો દેખાડયો કે જુઓ. જયદેવે કહ્યું મને ખબર છે. અને માજી એ ભડકાને કહ્યું કે આતો છોક‚ ફોજદાર છે. બીજા હોત તો તા‚ શું થાત? જો હવે દા‚ પીતો નહિ. અને જયદેવ ને કહ્યું કે ભડકાની ઘર વાળી આવી હતી. અને કહેતી હતી કે ભડકાને કોઈ કહેવા વાળુ નહતુ. દા‚ પીને જયાં ત્યાં મારામારી કરે છે. કાંતો કોઈનું ખૂન કરશે અથવા તેનું કોઈ ખૂન કરી નાખશે મારે તો બેય બાજુ ઉપાધી. નોકરી પૂરી થાય એટલે દા‚ દા‚ અને દા‚ આ નવા ફોજદાર સાહેબે બરાબર પાઠ ભણાવ્યો છે. તમે પણ કાંઈક કહેશો. માજીએ કહ્યું આટલા માટે તમને બોલાવ્યા છે અને ભડકાની હાજરીમાં કહું છું કે હવે ભડકો દા‚ પીધેલો હોય તો કેસ જ કરી નાખજો. રાહુલે જયદેવ અને વજુને ચા-પાણી નાસ્તો કરાવ્યો. માજીએ ચા પીતા જયદેવને પૂછયું કે દિકરા તારા માતા-પિતાને તને આવી જોખમી નોકરી કરવા દેવાનો જીવ કેમ ચાલે છે? કેવા કેવા માણસોથી કામ કરવું પડે છે? આથી જયદેવે કહ્યું માજી સમાજમાં સજજન માણસો શાંતિથી જીવી શકે તે માટે કોઈકે તો સંઘર્ષ અને સાહસ કરવું જ પડે ને? જેમકે દુશ્મનોથી દેશની રક્ષા માટે કોઈકે તો દુશ્મનો સાથે લડવા માટે લશ્કરમાં ભરતી થઈને સરહદ ઉપર લડવું પડેને? આમેય ક્ષત્રીયો નો તો વારસાગત વ્યવસાય રક્ષણનો જ છે ને? જો પોલીસ, સમાજ અને સંસ્કાર સંસ્કૃતિના દુશ્મન ‚પી ગુનેગારો સાથે સંજોગો પ્રમાણે કાર્યવાહી કરે તો જ સમાજમાં ઉદાહરણ ‚પ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે. આથી માજીએ કહ્યું બરાબર દિકરા સફળ અને સુખી થશે. જયદેવ અને વજુ જવા માટે રવાના થયા પરંતુ જયદેવે રાહુલને જતા જતા પુછી લીધું કે માજી બહુ ભણેલા અને જ્ઞાની લાગે છે. તો વજુએજ જવાબ દીધો માજી જૂના જમનાના ગેજયુએટ છે.

જયદેવને મનમાં ખુશી થઈ કે ઠપકાને બદલે આશિર્વાદ મળ્યા. સમાજમાં બહુમતી શાંતિપ્રિય અને સંસ્કારી માણસો ખરેખર જો પોલીસ ન્યાયીક, પક્ષપાત રહીત ઉદાહરણ રૂપ કાર્યવાહી કરે તો અવશ્ય પોલીસને માનની દ્રષ્ટીએ જુએ અને આશિર્વાદ પણ આપે. પક્ષપાત રહીત ન્યાયીક કાર્યવાહી થતા સમાજમાં કાયદાનું અને શાંતીનું શાસન થતા લોકો આરામથી મૂકત પણે ભયરહીત અને સુરક્ષીત જીવી શકે. તેથી પોલીસ સમાજ સેવા સાથે સાથે દેશ સેવા પણ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.