સોમનાથ-અમદાવાદ એકસપ્રેસ  ટ્રેન હવે શનિ-રવિ ચાલુ રહેશે

પશ્ર્ચિમ રેલવે દ્વારા આગામી 28મી ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે રદ કરાયેલી સોમનાથ અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પુન: સ્થાપિત કરાઇ છે.

ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ જેને   28મી ઓગસ્ટ, સુધી દર શનિવાર અને રવિવારે ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હતી, આ બંને ટ્રેનો હવે તાત્કાલિક અસરથી પુન: સ્થાપિત કરવામાં આવી છે.

ઉપરોક્ત બંને ટ્રેનો હવે તેમના નિયમિત સમયપત્રક મુજબ દોડશે. ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લો જેથી કોઈ અસુવિધા ન થાય.