સોમનાથમાં શુટીંગ કરવાની ઈચ્છા છે: આસિત મોદી

aashit modi | somnath | somnath temple
aashit modi | somnath | somnath temple

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ડાયરેકટર આસિત મોદીએ સોમનાથ મંદિરે શીશ ઝુકાવ્યુ

સોમનાથ વેરાવળની ટુકી મુલાકાતે આવેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના અસીત મોદીએ સોમનાથ મહાદેવને શિશ નમાવી મહાપ્રભુજી ૬૫મી બેઠક કરી ઝારીજી ભરેલ હતા. અસીત મોદીએ પત્રકારોને જણાવેલ હતું કે ૨૦૦૮થી એકધા‚ પ્રસારણે ૯ વર્ષ પુરા કરેલ છે. ૨૦૫૪ એપીશોડ પુરા થયા છે. ગીનીશ બુકમાં આ સીરીયલનો રેકર્ડ નોંધાશે. ૨૮ કલાકારો સાથે ૧૫૦ જણાની ટીમ મહીના ૨૫ થી ૨૬ દિવસ રોજનું ૧૨/૧૨ કલાકનું કામ કરેલ છે.

ટપુ બદલવો પડયો છે પણ તેમને તેમના વ્યવહારો બદલ્યા નહીં સીરીયલ સાથે જોડાયેલ કરોડો લોકોના પ્રેમને બદલે પૈસાને વધારે પ્રાધાન્ય આપ્યું છે. પોપટલાલના લગ્ન કયારે થશે તેવુ પુછતા જણાવેલ હતું કે તે મને દેશ-વિદેશમાં લગ્ન માટે ફેરવવાના છે અને લગ્ન કરવા કેટલા આકરા છે અને લગ્ન કર્યા પછી પણ નિભાવવા કેટલા અઘરા છે તેવું રમુજ સાથે કહેલ હતું. કોઈપણ લેખક નામ સાથે જોડાયેલી આ સીરીયલ સૌને વધારે હસાવે તેવી સોમનાથ દાદા પાસે પ્રાર્થના કરવા તેમજ કળાનું દાન કરવાનું સામથર્ય શિવજીમાં છે તે શકિત આપતા રહે તેવી શિશ ઝુકાવીને પ્રાર્થના કરેલ હતી.

સૌથી લોકપ્રિય પાત્ર દયાભાભીના માતા સાથેના ફોન ઉપર વાર્તાલાભ તેમજ પોપટલાલના લગ્ન સહિતના અનેક પાત્રો પણ જીવંત ભૂમિકા ભજવે છે. આ સીરીયલ સૌની બની ગઈ છે તેની મને ખુશી છે. આગામી સમયમાં દેશ-વિદેશમાં શુટીંગ કરવામાં આવશે. તેમજ ભોળાનાથની કૃપાથી સોમનાથમાં શુટીંગ કરવાની ખુબ જ ઈચ્છા છે તે પુરી ભોળાનાથ કરશે તેવું જણાવેલ હતું.

અસીત મોદીએ ગીર સોમનાથ મીડીયા સેન્ટરના દીપક કકકડ તેમજ રાજકોટથી આવેલા યશપાલ બક્ષી પત્રકારો મિતેષ પરમાર, અતુલ કોટેચા, નાનજીભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ ભટ્ટ, યોગેશ સતીકુવર સહિતના પત્રકાર મિત્રો સાથે સોમનાથ દર્શન આરતી પુજા કરેલ હતી. પ્રભાસક્ષેત્રમાં આવેલ મહાપ્રભુજીની ૬૫મી બેઠકમાં ઝારીજી ચરણ સ્પર્શ કરેલ હતા. આસીતભાઈએ વેરાવળમાં ૨૦૧૧માં પત્રકારો મિત્રો સાથે યોજાયેલી પુજય મોરારીબાપુની રામકથાની યાદ કરી તે વખતે ફાફડા જલેબીની મોજ માણેલ હતી. તેવી રીતે આજે પણ લારીમાં ગરમા ગરમ જલેબી, ફાફડા સાથે કાચી કેરી, તળેલા મરચા, લોટીયા મરચા કોબીનો સંભારો સાથે મોજ માણેલ હતી તે વખતે પત્રકારો મિત્રો તેમજ કિરીટભાઈ વસંત, બીપીનભાઈ તન્ના, જયસુખ રતનધાયરા, સંકેત કકકડ, માધવ કકકડ, વિનુભાઈ ચુડાસમા, અંકિત કોટેચા, રાજ કોટેચા, કિરીટભાઈ તન્ના અનેક મિત્રો હાજર રહેલ હતા. ગાંઠીયાવાળા કિશોરભાઈ ભોયએ ગરમા ગરમ ફાફડા વણેલા ગાઠીયાની મોજ કરાવેલી હતી.

આસિત મોદીએ સોમનાથમાં ગાંઠીયા અને જલેબી ઝાપટયા

સોમનાથ વેરાવળ આવેલા આસીતભાઈ મોદી તથા યશપાલ બક્ષી દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી તેમજ ગીર સોમનાથ મીડીયા સેન્ટરની ઓફીસની મુલાકાતે આવેલ તેમજ મહાપ્રભુજીની બેઠકે દર્શનાર્થે ગયેલ અને રવિવારની સવારે ફાફડા ગાઠીયાની પત્રકારો સાથે મોજમાણી હતી.