Abtak Media Google News

સાથી લેખિકા ફાલ્ગુની પહેલા પણ સન્માન મેળવી ચૂકી છે

Millets

નેશનલ ન્યૂઝ 

ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ને ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે.

ફાલ્ગુની શાહ અને ગૌરવ શાહે આ ગીતને અવાજ આપ્યો છે, જે મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2023માં જાહેર કરાયેલ ઈન્ટરનેશનલ મિલેટ યર એટલે કે મિલેટ્સના વર્ષના અભિયાનને સમર્પિત છે.

આ ગીત 16 જૂને હિન્દી અને અંગ્રેજીમાં રિલીઝ થયું હતું.

તમને જણાવી દઈએ કે મિલેટ યર અભિયાનને વેગ આપવા માટે લખાયેલ અને ગાયેલું ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં 16 જૂને રિલીઝ કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય ભાષાઓમાં તેનો અનુવાદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિશ્વભરમાં ફાલુ તરીકે જાણીતી સિંગર ફાલ્ગુની શાહ સંગીતના ક્ષેત્રમાં અગાઉ ગ્રેમી એવોર્ડ જીતી ચૂકી છે. હવે તેણે બાજરી માટે જાગૃતિ લાવવાના હેતુથી આ ગીત લખ્યું છે.

ગીતના રિલીઝ સમયે ફાલુ મ્યુઝિકના વખાણ કરતા વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ફાલુની પોસ્ટ ફરીથી શેર કરી અને લખ્યું, ‘ફાલુ મ્યુઝિક દ્વારા ઉત્તમ પ્રયાસ. શ્રી અણ્ણા અથવા બાજરામાં આરોગ્ય અને સુખાકારી વિપુલ પ્રમાણમાં છે. આ ગીત દ્વારા, રચનાત્મકતા ખાદ્ય સુરક્ષા અને ભૂખ નાબૂદીના એક મહત્વપૂર્ણ કારણ સાથે ભળી ગઈ છે.

ગ્રેમી એવોર્ડ જીત્યા બાદ મીટિંગ દરમિયાન ચર્ચા થઈ હતી.

આ અંગે ફાલ્ગુની જણાવે છે કે જ્યારે તે ગ્રેમી એવોર્ડ જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી, તે દરમિયાન સંગીતની ચર્ચા થઈ હતી. જ્યારે વડા પ્રધાને તેમને બરછટ અનાજ પર ગીત લખવાનું સૂચન કર્યું, ત્યારે તેમની વિનંતી પર વડા પ્રધાન પોતે આ ગીત રચવામાં સામેલ થયા. આ ગીતમાં ફાલ્ગુની શાહ, તેના પતિ ગૌરવ શાહ ઉપરાંત લોકો વડાપ્રધાન મોદીનો અવાજ પણ સાંભળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.