Abtak Media Google News

મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત વીરબાઈ મહિલા એમજે કુંડલીયા અને કોટક સાયન્સ કોલેજમાં સિગ્નલ વિન્ડો હેઠળ ખાસ ઝુંબેશ ચલાવાઈ

૧૮ વર્ષથી ઉપરનાં કોલેજોનાં વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં સમાવવા માટે મતદાર યાદી ખાસ સંક્ષીપ્તી સુધારણા કાર્યકમ અંતર્ગત શહેરની વીરબાઈ મહિલા કોલેજ, એમ.જે. કુંડલીયા અને કોટક સાયન્સ કોલેજમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કોઈ પણ વિધાનસભા બેઠકનાં વિદ્યાર્થીઓને સિંગલ વિન્ડો હેઠળ મતદાર યાદીમાં સમાવવાની કામગીરી કરવામાં આવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધાંધલ તેમજ પ્રાંત અધિકારી જે.કે. જેગોડાની ઉપસ્થિતિમાં શહેરની વીરબાઈ મહિલા કોલેજ, એમ.જે. કુંડલીયા કોલેજ તેમજ કોટક સાયન્સ કોલેજનાં મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષથી ઉપરનાં યુવા મતદારોને મતદાર યાદીમાં સમાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 આ ખાસ કેમ્પમાં સિંન્ગલ વિન્ડો હેઠળ કોઈ પણ વિધાનસભા બેઠક વિસ્તારનાં વિદ્યાર્થીઓનાં ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારનાં કેમ્પો કોલેજ બહારનાં યુવા મતદારો માટે પણ આગામી દિવસોમાં યોજવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.