Abtak Media Google News

૧૧ ધનવંતરી રથ દ્વારા ૪૦ હજારથી વધુ લોકોની તપાસ તેમજ ઉકાળાનું વિતરણ

રાજકોટ રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ પણ આર.ટી.પી.સી.આર.ટેસ્ટ સેમ્પલ કલેક્શન સેન્ટર તેમજ એન્ટિજન ટેસ્ટમોટાપાયે કરવામાં આવી રહ્યા છે.

Advertisement

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ડેડીકેટેડ કોરોના હેલ્થ સેન્ટર પર ૨૭ એપ્રિલી આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કલેક્શન સેન્ટર તેમજ તા. ૧૬ જૂનથી એન્ટિજન ટેસ્ટની કામગીરી કરાઇ રહી છે.આ  ઉપરાંત ઉપલેટા અને જામકંડોરણા પંથકના લોકોને કોરોના સામે લડવા માટે નજીકમાં જ હેલ્થ સેન્ટર પર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આજ સુધીમાં આ સેન્ટર પર ધોરાજીના ૭૫૬, ઉપલેટામા ૧૦૮૫ તેમજ જામકંડોરણામા ૬૦૪ મળી કુલ ૨૪૦૦ થી વધુ આર.ટી.પી.સી.આર.ટેસ્ટનું કલેક્શન કરી રાજકોટ મોકલવામાં આવ્યા છે.આરોગ્ય ચકાસણી તેમજ જાગૃતિ અર્થે આ વિસ્તારમાં કુલ ૧૧ ધન્વંતરિ રથ કાર્યરત છે. ધોરાજી ખાતે સરકાર માન્ય ૨૨ બેડની ખાનગી હોસ્પિટલ સ્કંદ લાઈફ કેર સેન્ટર ખાતે કોરોનાની સારવાર ઉપલબ્ધ છે. અહીં હાલ ૫ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં ૧૫જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી હોવાનું તેમજ તમામ માહિતી ઓનલાઇન રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ મુકવામાં આવતી હોવાનું ઉપસ્થિત તબીબે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.