Abtak Media Google News

વડોદરા ખાતે જગતગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 545 માં પાદુર્ભાવ ઉત્સવ નિમિત્તે વૈષ્ણવાચાર્ય પૂ. પ.ગો 108 વ્રજરાજકુમારજી મહોદયની અધ્યક્ષતામાં એક વિરાટ વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રેલીના ઉદ્વાટક તરીકે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા હરણી એરપોર્ટ ખાતે તેઓનું પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યના મંત્રી મનીષાબેન વકીલ, શહેર અધ્યક્ષ ડો. વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયર કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જીતુભાઈ સુખડિયા, શ્રીમતી સીમાબેન મોહિલે અને વડોદરા શહેર ભાજપના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ભાજપ દ્વારા હરણી એરપોર્ટ થી  સર્કલ સુધીના સમગ્ર માર્ગ ઉપર યુવા ભાજપના કાર્યકરોએ કેસરી ઝંડા લહેરાવી, લાઉડ સ્પીકર ઉપર દેશભક્તિના ગીતો વગાડી અને વડોદરા શહેર મહિલા મોરચાની બહેનોએ  પરંપરાગત ગુજરાતી સાડી પહેરી માથે કળશ ઉપાડી બંને મહાનુભાવોનું સમગ્ર માર્ગ પરની રેલીમાં જોડાઈ ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું.

હરણી સર્કલથી બંને મહાનુભવો માંજલપુર સ્થિત વ્રજધામ હવેલીએ પહોંચ્યા હતા. વ્રજધામ હવેલી ખાતે જે.પી. નડ્ડા અને સી.આર. પાટીલ અને ઉપસ્થિત સૌ આગેવાનોની હાજરીમાં વૈષ્ણવાચાર્ય વ્રજકુમારજીએ આધ્યત્મિક વાર્તાલાપ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.