Abtak Media Google News

પ0 બોલમાં આક્રમ 81 રન ફટકારનાર સ્નેલ પટેલ મેન ઓફ ધી મેચ જાહેર

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની હાઇ પ્રોફાઇલ લીગ એસપીએલ-ર ના બીજી મેચમાં હાલાર હિરોઝની ટીમે કચ્છ વોરિયર્સને 43 રને પરાસ્ત કર્યુ છે. માત્ર પ0 બોલમાં 81 રન ફટકારનાર સ્નેલ પટેલને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કચ્છ વોરિયર્સના સુકાનીએ ટોસ જીતી હાલાર હિરોઝની ટીમને બેટીંગ માટે આમંત્રીત કરી હતી. નિર્ધારીત ર0 ઓવરમાં હાલારની ટીમે સ્નેહલ પટેલ અને ચિરાગ સીસોદીયાની અર્ધી સદીની મદદથી 3 વિકેટના ભોગે 197 રન ફટકાર્યા હતા. સ્નેલ પટેલ 13 ચોગ્યાની મદદથી 50 બોલમાં 81 રન ફટકાર્યા હતા. જયારે ચિરાગે 49 બોલમાં 8 ચોગ્યા અને બે સિકસરની મદદથી 71 રન ફટકાર્યા હતા. 198 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી કચ્છ વોરિયર્સની ટીમે ર0 ઓવરમાં 8 વિકેટના ભોગે 154 રન ફટકાર્યા હતા. ક્રિષ્નકાંત પાઠકે ર4 બોલમાં 4ર રન અને સમર્થ વ્યાસે 34 રન ફટકાયા હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 3 ઓવરમાં 18 રન આપી 3 વિકેટ લીધી હતી. જયારે સુનીલ પાયદે બે, અર્પિત વસાવડા અને પાર્થ ચૌહાણે 1-1 વિકેટ લીધી હતી.

આક્રમક રન ફટકારનાર વિકેટ કીપર બેટસમેન સ્નેલ પટેલને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આજે ઝાલાવડ રોયલ્સ અને ગોહીલ વાડ ગ્લેડિયર્સ વચ્ચે મેચ રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.