Abtak Media Google News

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ તથા જીવદયા ગ્રુપ પ્રેરિત અરિહંત ઈન્વેસ્ટમેન્ટ તથા એચ.એમ. જૈન મેટ્રીમોનિયલ ગ્રુપ દ્વારા પસંદગી મેળો યોજાશે

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ તથા જીવદયા ગ્રુપ રાજકોટ પ્રેરિત અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તથા એચ.એમ જૈન મેટ્રિમોનિયલ ગ્રુપ રાજકોટ દ્વારા જીવનસાથી પસંદગી અવસર 2022 નું આયોજન કરવામાં આવ્યું છે, આ પરિચય મેળો તારીખ 16 ઓક્ટોબર રવિવારે અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ પેરેડાઇઝ હોલ પાસે રૈયા રોડ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પરિચય મેળામાં સમસ્ત જૈન સમાજના ચારેય ફીરકા સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, તેરાપંથી ) ફોઈપણ લગ્નોત્સુક યુવક – યુવતીઓ (અપરણીત, વિધવા, વિધુર, ડાયવોસી ) ભાગ લઈ શકશે. જેની મહત્તમ ઉંમર 45 વર્ષ ) સુધીની રહેશે.

પરિચય મેળા બ્લડ ડોનેશન કેમ્પ તથા અંગદાન દેહદાન, ચક્ષુદાનની સેવાકીય પ્રવૃત્તિનું આયોજન

012X8 5

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા મેહુલભાઈ રવાણી વાતચીત કરતા જણાવ્યું હતુ આ પરિચય મેળામાં ભાગ લેવા યુવક ઉમેદવારો માટે રૂપિયા 1000 તથા યુવતીઓ માટે રૂપિયા 500 ચાર્જ રાખવામાં આવ્યો છે, પરિચય સંમેલનમાં ઉમેદવાર સાથે એક વાલીને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે , બીજા વાલીઓ રજીસ્ટ્રેશન ચાર્જ 350 / – ભરીને હાજર રહી શકશે તેમજ ઉમેદવારોની બાયોડેટા સાથે પરિચય પુસ્તિકા તૈયાર કરવામાં આવશે જે દરેક યુવક યુવતી ઉમેદવારોને ફ્રી આપવામાં આવશે તથા વધારાની પ્રત જોઈતી હોય તો રૂપિયા 500 ભરી મેળવી શકશે.

પરિચય સંમેલનમાં આવનાર દરેક સભ્ય માટે નવકારશી, ભોજન અને હાઈ – ટીની વ્યવસ્થા કરવામાં આવશે. પરિચય મેળાના ફોર્મ મેળવવા તથા પરત કરવા, અરિહંત ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ નંબર 301, ત્રીજા માળે, સાધના ડાઉન ટાઉન બિલ્ડીંગ, પંજાબ નેશનલ બેંક પાસે, આલ્ફેડ હાઈસ્કૂલ ગાંધી મ્યુઝિયમ ની સામે, જ્યુબેલી ચોક, રાજકોટ ખાતે સવારે 9:30 થી 1-30 તથા બપોરે 05:30 થી 07:30 દરમિયાન સંપર્ક કરવો, ફોર્મ પરત કરવાની અંતિમ તારીખ 6 સપ્ટેમ્બર 2022 છે.

આ પરિચય મેળા અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, તથા અંગદાન, દેહદાન, ચક્ષુદાન, ની સેવાકીય પ્રવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું છે પરિચય મેળા માટે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટના પદાધિકારીઓ તથા જીવદયા ગ્રુપ રાજકોટના મેમ્બર્સ કાર્યરત છે, તેમજ આયોજક એચ.એમ જૈન મેટ્રીમોનીયલ ગ્રુપના હર્ષદભાઈ મહેતા મો. 9824563537 તથા અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેહુલભાઈ રવાણી મો. 982582579 કાર્યરત છે.

અબતકની શુભેચ્છા મુલાકાતમાં હર્ષદભાઈ મહેતા, મેહુલ રવાણી, નિરવ સંઘવી, સુભાષભાઈ બાવીશી, હરેશભાઈ  દોશી, પ્રકાશભાઈ  મોદી, દિનેશભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.