Abtak Media Google News

સોશિયલ મીડિયામાં પીડીએફ ફાઈલ ફરતી કરવાથી અખબારોને આર્થિક નુકશાન ઉપરાંત સમાચારો સાથે છેડછાડ થવાની પણ સંભાવના વ્યકત કરતા નિષ્ણાંતો

હાલના ટેકનોલોજીના યુગમાં લોકો વધુમાં વધુ ઉપકરણોનો ઉપયોગ કરવા લાગ્યા છે. વિઝાણુ માધ્યમોના ઉપકરણોનાં વધેલા ઉપયોગથી લોકો હવે સમાચારો પણ તેમાં જ વાંચવા લાગ્યા છે. જેથી છેલ્લા થોડા વર્ષોથી અખબારોને ભૌતિક રીતે વાંચવાના બદલે વિઝાણુ માધ્યમોમાં વાંચવા લાગ્યા છે. જેથી વિવિધ અખબારોની પીડીએફ ફાઈલો વ્હોટએપ સહિતના સોશ્યલ મીડીયા પર વાયરલ કરવાનો ક્રેઝ વધતો જાય છે. અનેક ગ્રુપોમાં દરરોજ અખબારોની પીડીએફ ફાઈલો ફોરવર્ડ કરવામા આવે છે. આ છાપાની પીડીએફ અને વ્હોટએપ દ્વારા ફેલાવવું ગેરકાયદેસર અને અધમકૃત્ય હોવાનો મત દેશના વરિષ્ટ વકીલોએ વ્યકત કર્યો છે.

આ અંગે સીનીયર વકીલ ચાંદેરલાલના જણાવ્યા અનુસાર ન્યુઝપેપરની કોઈપણ વસ્તુનું કોપી સોશ્યલ મીડીયામાં ફરતું કરવું તે કોપીરાઈટ એકટનો ગુન્હો કરવા સમાન છે. ઘણી વખત ન્યુઝેપપરામં આવેલી મેટર કરતા લેજ ન્યુઝપેપરની પીડીએફમાં મેટરમાં ઘણો ફેરફાર જોવા મળતો હોય પી.ડી.એફ. ફોરમેટમાં ફરતું ન્યુઝ પેપરમાં સત્યતા ઓછી હોવાનું પણ ન્યુઝ પેપર ઈન્ડસ્ટ્રીના લોકોનું તેમજ તજજ્ઞોનું માનવું છે.

ન્યુઝ પેપર કોઈ ખાનગી વ્યકિત દ્વારા તૈયાર કરેલ કંટેન્ટને પોતાના મોટા વોટસએપગ્રુપમાં ફોરવર્ડ કરવું તેમજ વેબસાઈડ પર પ્રકાશિત કરવુંતે યોગ્ય નથી તે કોપીરાઈટનો ભંગ થયા બરાબર છે. ન્યુઝ પેપરની પી.ડી.એફ.ના ઉપયોગમાં વધારો કરવાથી ન્યુઝ પેપરની કોપીઓમાં ઘટાડો થાય છે. તેમજ તેમની આવકમાં પણ ઘટાડો થતો હોવાની સાથોસાથ ખોટા સમાચાર કોઈ ન્યુઝપેપરના નામે ફરતા થવાની પણ સંભાવનાઓ જોવા મળી રે છે. માતૃભૂમિ ન્યુઝ પેપરનાં જોઈન્ટ એમ.ડીઅએમ.વી. શ્રેયાંસકુમારના જણાવ્યા અનુસાર કોઈ ત્રીજી વ્યકિત દ્વારા પીડીએફ ડાઉનલોડીંગ તેમજ ફેલાવો કરવો તે ગભીર વિચારવા જેવી બાબત છે. કોઈ સમાચારનું આલેખન કરવા માટે જેને કંપનીઓને ખૂબ મહેનત કરવી પડતી હોય છે. શોધખોળ તેમજ પત્રકારોની આવડતથી સમાચારો બનતા હોય છે.

પરંતુ જયારે તે પી.ડી. એફ.ફોરમેટમાં લોકો સુધી પહોચે છે તે જે તે કંપનીઓને આર્થિક ફાયદો થતો નથી. પરંતુ ખોટા ન્યુઝફેલાવવાનો ખતરોવધી જતો હોય છે. આ વસ્તુને રોકવા માટે નો કોઈ ઉપાય નથી. પરંતુ અવું થઈ શકે કે પીડીએફ સોશ્યલ મીડીયાથી વાંચનાર અને ન્યુઝ બનાવનાર વચ્ચે એક જોડાણ હોવું જોઈએ કે જેના દ્વારા વાંચક પૈસા ચુકવીને વાંચે. સુપ્રિમ કોર્ટના વકિલ પવન દુગ્ગએ આ અંગે જણાવ્યું હતુકે ડીજીટલ પ્લેટફોર્મ પર માલીકની પરવાનગી વગર કાંઈ પણ ફરતુ થાયતો કોપીરાઈટ એકટ ઉપરાંત ઈન્ફોરમેશન ટેકનોલોજી એકટ ૪૩ના ભંગ સમાન ગુન્હો બને છે. તાજેતરમાં જાગરણ પ્રકાશને દિલ્હી હાઈકોર્ટમાં મેસેજીંગ એપ ટેલીગ્રામ સામે તેમના અખબારની ગેરકાયદેસર રીતે કોપી કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. જેમાં જાગરણે ટેલીગ્રામના આ કૃત્યથી આર્થિક નુકશાની ગયાનો દાવો કર્યો હતો જેમાં હાઈકોર્ટે ટેલીગ્રામના આ કૃત્યને ગેરકાયદેસર ગણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.